Sports

ભારત-ઈંગ્લેન્ડ બીજી T20ના સમયમાં ફેરફાર, હવે મોડી રાત સુધી જાગવું નહીં પડે

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
ભારત-ઇંગ્લેન્ડ બીજી T20 મેચના સમયમાં ફેરફાર થયો છે. હવે શનિવારે, 4 જુલાઈએ, માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાનારી આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ફેન્સને હવે મોડી રાત સુધી ઉજાગરા નહીં કરવા પડે. પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી, જેમાં ભારતે 189 રન બનાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત-ઈંગ્લેન્ડ બીજી T20ના સમયમાં ફેરફાર, હવે મોડી રાત સુધી જાગવું નહીં પડે

India-England Second T20I Match Timing : ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી T20 મેચ જોવા માટે હવે ફેન્સે મોડી રાત સુધી ઉજાગરા કરવાની જરૂર નહીં પડે, કારણ કે આ મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

બીજી મેચ માટે નવો સમય
ભારતીય ટીમ અત્યારે ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં બંને દેશો વચ્ચે 5 મેચોની T20 સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 10:00 વાગ્યે શરૂ થઈ હતી, પરંતુ વરસાદના કારણે તે પૂરી થઈ શકી નહોતી અને રદ્દ કરવી પડી હતી. હવે બીજી મેચ માટે નવો સમય નક્કી કરવામાં આવ્યો છે જે ફેન્સ માટે ખૂબ જ અનુકૂળ રહેશે.

ક્યારે અને કેટલા વાગ્યે શરૂ થશે મેચ?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચ શનિવારે, 4 જુલાઈએ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. ભારતીય સમય પ્રમાણે આ મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. મેચનો ટોસ અડધો કલાક પહેલા એટલે કે સાંજે 6:30 વાગ્યે કરવામાં આવશે.

પ્રથમ મેચમાં શું થયું હતું?
સિરીઝની પહેલી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મેચમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર સંજૂ સેમસન ફક્ત 1 રન અને ઈશાન કિશન 0 રન બનાવીને જલ્દી આઉટ થઈ ગયા હતા. જોકે તે પછી અભિષેક શર્મા અને કેપ્ટન શ્રેયસ અય્યરે ધમાકેદાર બેટિંગ કરીને ભારતીય ઈનિંગ્સને સંભાળી હતી. અભિષેક શર્માએ ઈંગ્લેન્ડના બોલરોની ધોલાઈ કરતા માત્ર 24 બોલમાં 59 રન ફટકારી દીધા હતા. જ્યારે શ્રેયસ અય્યરે 47 બોલમાં 68 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં શિવમ દુબેએ પણ આક્રમક બેટિંગ કરીને 21 બોલમાં અણનમ 42 રન બનાવ્યા હતા, જેના કારણે ભારતે 20 ઓવરમાં 189 રન બનાવ્યા હતા. પરંતુ ભારતની બેટિંગ પૂરી થતાની સાથે જ જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો. લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ વરસાદ ન રોકાતા, ઈંગ્લેન્ડની બેટિંગ શરૂ થાય તે પહેલા જ મેચને રદ્દ જાહેર કરવામાં આવી હતી.