Get The App

સની દેઓલ અને ઈમરાની હાશ્મી બોક્સ ઓફિસ પર ટકરાશે

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
સની દેઓલ અને ઈમરાની હાશ્મી બોક્સ ઓફિસ પર ટકરાશે 1 - image

- ઓગસ્ટમાં બે ફિલ્મોનો મુકાબલો થશે  

- લાહોર 1947 પછી આવારાપન ટુ પણ 14 ઓગસ્ટે જ રીલિઝ કરવાનો નિર્ણય

મુંબઇ : આગામી ઓગસ્ટમાં સની દેઓલ અને ઈમરાન હાશ્મી બોક્સ ઓફિસ પર ટકરાશે. 

સની દેઓલની 'લાહોર ૧૯૪૭' ૧૪મી ઓગસ્ટે રીલિઝ કરવાની જાહેરાત થઈ ચૂકી છે. હવે ઈમરાન હાશ્મીની 'આવારાપન ટુ' પણ આ જ દિવસે રીલિઝ કરવાનું જાહેર કરાયું છે. 

ઉલ્લેખનીય છે કે સની દેઓલની ફિલ્મનું ટાઈટલ બદલાઈને 'બટવારા ૧૯૪૭ ' પણ થઈ શકે છે તેવા  અહેવાલો છે. 

બીજી તરફ 'આવારાપન ટુ' મૂળ આ મહિને જ રીલિઝ થવાની હતી પરંતુ કોઈ કારણોસર તે પાછી ઠેલાતાં હવે સની દેઓલની ફિલ્મ સાથે ટકરાશે.