સમય રૈનાના ‘ટૂથબ્રશ’ જોકથી નારાજ થયા સુનીલ પાલ, કહ્યું- મારી થોડી વધુ મજાક ઉડાવાઈ હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sunil Pal on Samay Raina: કોમેડિયન સુનીલ પાલ હાલમાં જ નેટફ્લિક્સ પર આવતાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં હાજરી આપ્યા બાદ સતત ચર્ચામાં છે. આ શોમાં તેમની સાથે બનેલી ઘટનાઓ પછી તે અનેક ઇન્ટરવ્યૂમાં તેમના અનુભવ વિશે વાત કરી રહ્યા છે. ખાસ કરીને સમય રૈના દ્વારા કરાયેલા જોક્સ અને શોના જજ નવજોત સિંહ સિદ્ધુ અને અર્ચના પૂરન સિંહને લઈને તેમણે અનેક વાત કરી છે.
સુનીલ પાલે જણાવ્યું હતું કે, ‘કપિલના શૉમાં મને ફક્ત સ્ટેન્ડ અપ કોમેડી માટે બોલાવાયો હતો, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ વાત સંપૂર્ણપણે અલગ નીકળી. આ શોમાં જાણી જોઈને મને નિશાન બનાવાયો હતો. એટલું જ નહીં, મારી વધુ પડતી મજાક પણ ઉડાવાઈ હતી.’
એક ઇન્ટરવ્યૂ દરમિયાન સુનીલ પાલને કપિલના શૉમાં સમય રૈનાએ કરેલા ‘ટૂથ બ્રશ’ જોક વિશે પૂછવામાં આવ્યું હતું. સમય રૈનાએ મજાકમાં કહ્યું હતું કે ‘સુનીલ પાલ બ્રશ કરે છે કે નહીં એ હું જોવા માંગુ છું.’
આ અંગે સુનીલ પાલે કહ્યું કે, ‘એ સમયે થોડું ખોટું લાગ્યું હતું. હું અગાઉ પણ કપિલ શર્માના શોમાં ગયો છું. મેં દર વખતે સ્ટેન્ડ અપ કર્યું હતું, પરંતુ આ વખતે મારી ‘વધુ પડતી મજાક’ ઉડાવાઈ હતી.’
સુનીલ પાલે કહ્યું કે કોમેડી શોમાં મજાક અને રોસ્ટિંગ સામાન્ય બાબત છે, પરંતુ તેની સાથે જે થયું તે થોડું વધારે હતું. જોકે તેમણે એ પણ સ્વીકાર્યું કે શોમાં તેને સીધી રીતે અપમાન કરવામાં આવ્યું હોય એવું નહોતું લાગ્યું. જો કે થોડીવાર માટે તે અસહજ જરૂર થયો હતો.
આ વાતચીત દરમિયાન તેણે સમય રૈનાની શૈલી પર પણ નિશાન સાધ્યું હતું. સુનીલ પાલે ટિપ્પણી કરી કે, ‘મારા શોમાં લોકો આવે છે, પરંતુ સમય રૈનાના શોમાં પોલીસ આવે છે. સમય રૈનાને મેં ‘આતંકવાદી’ કહ્યો, ત્યારે ઘણાં લોકો ખુશ થયા હતા.’









