શાહિદ અદલબદલ ફિલ્મમાં જાહ્નવીનો હીરો બન્યો હોવાની વાત ખોટી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમિત શર્માની ફિલ્મમાં કાસ્ટિંગ હજુ બાકી
અદલ બદલમાં કામ કરવાના શાહિદે ફી ઉપરાંત નફામાં હિસ્સો માગ્યાની વાત ચગી હતી
મુંબઈ : તાજેતરમાં અમિત રવિન્દ્રનાથ શર્માની કોમેડી ફિલ્મ 'અદલબદલ'માં શાહિદ કપૂર કામ કરવાનો છે તેવી વાતો ચાલી હતી પણ હવે આ બધી વાતો ખોટી પુરવાર થઇ રહી છે. નવા અહેવાલ અનુસાર શાહિદ કપૂર આ ફિલ્મનો હિસ્સો નથી. આ ફિલ્મના કાસ્ટિંગ બાબતે હજી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
તાજેતરમાં એવા અહેવાલો ચગ્યા હતા કે આ કોમેડી ફિલ્મમાં શાહિદ કપૂર અને જાહ્નવી કપૂર કામ કરવાના છે અને ફિલ્મમાં કામ કરવાના શાહિદ કપૂરે ફી તથા ફિલ્મના નફામાં હિસ્સો માંગ્યો છે. ઓક્ટોબરથી આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થવાનું છે. પરંતુ આ બધી વાતો ખોટી નીકળી છે. આ કોમેડી ફિલ્મ અદલબદલમાં હિરો-હિરોઇનના આત્માની અદલી બદલી થઇ જાય છે તેવો પ્લોટ છે.
અમિત શર્માની બીજી ફિલ્મ 'બધાઇ હો' હીટ નીવડી હતી. એ પછી તેણે અજય દેવગણ જેમાં હીરો હતો તે 'મૈદાન' પણ નિર્દેશિત કરી હતી. મૈદાન એ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક હતી.









