ભારતમાં સ્પાઈડરમેન ફિલ્મનું ધમાકેદાર પ્રદર્શન, 4 દિવસમાં કરી 300 કરોડની કમાણી, અનેક રેકોર્ડ ધ્વસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Spider-Man Conquers Indian Box Office: માર્વેલ સિનેમેટિક યુનિવર્સ (MCU)ના સૌથી લોકપ્રિય સુપરહીરો સ્પાઈડરમેનનો ક્રેઝ અત્યારે ભારતીય બોક્સ ઓફિસ પર માથું ફાડીને બોલી રહ્યો છે. હોલીવૂડ સુપરસ્ટાર ટોમ હોલેન્ડ અને ઝેન્ડાયા અભિનીત નવી ફિલ્મ 'સ્પાઈડરમેન: બ્રાન્ડ ન્યૂ ડે' ભારતીય સિનેમાઘરોમાં કમાણીના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી રહી છે. આ ફિલ્મને લઈને ભારતીય દર્શકોમાં એટલો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે કે જેની કલ્પના કદાચ ફિલ્મના નિર્માતાઓએ પણ નહીં કરી હોય. બોક્સ ઓફિસ પર ફિલ્મ જે ઝડપે આગળ વધી રહી છે તે જોતાં ટૂંક સમયમાં જ ટોમ હોલેન્ડનો સ્પાઈડરમેન ભારતમાં સૌથી વધુ કમાણી કરનારો સુપરહીરો બની જશે.
શરૂઆતના દિવસોથી જ રેકોર્ડબ્રેક કમાણી
'સ્પાઈડરમેન: બ્રાન્ડ ન્યૂ ડે' એ ભારતમાં પ્રદર્શિત થતાની સાથે જ પોતાની તાકાત બતાવી દીધી હતી. ફિલ્મે તેના ઓપનિંગ ડે એટલે કે પ્રથમ દિવસે જ MCUની અત્યાર સુધીની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ 'એવેન્જર્સ: એન્ડગેમ'નો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મે પહેલા જ દિવસે 60 કરોડ રૂપિયાથી વધુનું નેટ કલેક્શન મેળવ્યું હતું. ત્યારબાદ, વર્કિંગ ડેઝ હોવા છતાં ફિલ્મે માત્ર બે જ દિવસમાં ભારતમાં 100 કરોડ રૂપિયાથી વધુનું નેટ કલેક્શન કરીને ટ્રેડ એનાલિસ્ટ્સને ચોંકાવી દીધા હતા.
શનિવાર અને રવિવારે બોક્સ ઓફિસ પર ધમાકો
અસલી ધમાકો વિકેન્ડ દરમિયાન એટલે કે શનિવાર અને રવિવારે જોવા મળ્યો હતો. ફિલ્મે તેના ત્રીજા દિવસે એટલે કે શનિવારે 70 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી, જેના કારણે પ્રથમ 3 દિવસમાં જ ફિલ્મની કુલ કમાણી 180 કરોડ રૂપિયા નેટ કલેક્શનની નજીક પહોંચી ગઈ હતી. એક રિપોર્ટ મુજબ, ચોથો દિવસ એટલે કે રવિવાર ફિલ્મ માટે અગાઉના તમામ દિવસો કરતાં ઘણો મોટો સાબિત થયો છે. રવિવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર અંદાજે 76થી 80 કરોડ રૂપિયાનું અધધધ નેટ કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મનું કુલ નેટ બોક્સ ઓફિસ કલેક્શન 250 કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે, જ્યારે ગ્રોસ કલેક્શનનો આંકડો 300 કરોડ રૂપિયાથી વધુ થઈ ચૂક્યો છે.
ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી
પોતાની આ શાનદાર કમાણી સાથે 'સ્પાઈડરમેન: બ્રાન્ડ ન્યૂ ડે'એ ભારતમાં MCUની બીજી સૌથી મોટી ફિલ્મ 'એવેન્જર્સ: ઇન્ફિનિટી વોર'ના કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે. હવે આ ફિલ્મની આગળ ભારતમાં માત્ર 'એવેન્જર્સ: એન્ડગેમ' અને 'અવતાર: ધ વે ઓફ વોટર'નું લાઈફટાઈમ કલેક્શન જ બાકી રહ્યું છે. ટ્રેડ નિષ્ણાતોના મતે, આ રેકોર્ડ તોડવા માટે સ્પાઈડરમેન પાસે હજુ 10 દિવસ જેટલો લાંબો સમય છે, કારણ કે 14 ઓગસ્ટ પહેલા ભારતમાં એવી કોઈ મોટી ફિલ્મ રિલીઝ થવાની નથી જે બોક્સ ઓફિસ પર સ્પાઈડરમેનને ટક્કર આપી શકે. હવે જોવાનું એ રહેશે કે પીટર પાર્કરની આ નવી વાર્તા ભારતીય દર્શકોને હજુ કેટલી ઘેલી કરે છે અને કમાણીના કયા નવા શિખરો સર કરે છે.









