- લવ રંજન ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે
- રાજકુમાર રાવે ફિલ્મનું શૂટિંગ શરુ કરી દીધું હોવાનું અપડેટ આપ્યું
મુંબઇ : સૌરવ ગાંગુલીની બાયોપિકનું શૂટિંગ શરૂ થઇ ગયું છે.જેમાં મુખ્ય રોલ રાજકુમાર રાવ ભજવી રહ્યો છે. રાજકુમાર રાવ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, અમે આ ફિલ્મનું શૂટિગ શરૂ કરી દીધું છે. ફિલ્મને લવ રંજન પ્રોડયુસ કરી રહ્યો છે અને વિક્રમાદિત્ય મોટવાને ડાયરેકટ કરી રહ્યો છે. આ ફિલ્મનું શીર્ષક 'દાદા : ધ સૌરવ ગાંગુલી સ્ટોરી' રાખવામાં આવ્યું છે.
રાજકુમાર રાવ સૌરવ ગાંગુલીની બાયોપિકમાં મુખ્ય રોલ કરી રહ્યો છે. તેણે આ ફિલ્મ માટે ક્રિકેટની ખાસ તાલીમ લીધી છે. આ ઉપરાંત સૌરવ ગાંગુલીના પરિવાર સાથે પણ ઘણો સમય પસાર કર્યો છે.
જોકે, ટ્રેડ વર્તુળો આ ફિલ્મની સફળતા વિશે અત્યારથી જ શંકા સેવી રહ્યા છે. પાછલાં કેટલાંક વર્ષોમાં તમામ સ્પોર્ટસ ડ્રામા ફિલ્મો ફલોપ ગઈ છે.


