Get The App

સલમાનને વારંવાર મળતી ધમકીઓથી સોહેલની એક્સ વાઈફને થઈ ગભરામણ, કહ્યું- થાય છે બાળકોની ચિંતા

Updated: Oct 29th, 2024

GS TEAM

Google News
Google News
સલમાનને વારંવાર મળતી ધમકીઓથી સોહેલની એક્સ વાઈફને થઈ ગભરામણ, કહ્યું- થાય છે બાળકોની ચિંતા 1 - image


Seema Sajdeh worried about Lawrence's threat to Salman : બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ ધમકીઓની અસર હવે તેના પરિવારને પણ થઈ રહી છે. નાના ભાઈ સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સજદેહે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'હવે મને મારા બાળકોની ચિંતા થવા લાગી છે. અને તે ખૂબ જ સ્પષ્ટ વાત છે કે, આ પરેશાન કરશે.'

આ પણ વાંચો : VIDEO: સોનુ નિગમના કોન્સર્ટમાં સ્ટેજ પર મારામારી, લોકોએ કહ્યું- દારૂડિયાનો નશો ઉતારી દેવાયો

સીમાને બાળકોની ચિંતા...

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. એટલું જ નહીં થોડા દિવસ પહેલા તેના ઘર પર પણ ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ ધમકીઓ અને હુમલાઓને કારણે ઘરમાં ભયનો માહોલ છવાયેલો છે. સલમાને કાળિયારના શિકારના મુદ્દે નારાજ બિશ્નોઈ સમુદાયે તેને તેમના મંદિરમાં જઈને માથું ટેકીને માફી માંગવાની ડિમાન્ડ કરી કરી છે. 

'ભલે મેં સોહેલ સાથે છૂટાછેડા લીધા હોય' : સીમા

તો સલમાનની પૂર્વ ભાભી સીમા સજદેહે પણ આ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "શરૂઆતથી જ મારા અને મારા બાળકોનો સલમાન સાથે મજબૂત સંબંધ રહ્યા છે. ભલે મેં સોહેલ સાથે છૂટાછેડા લીધા હોય, તેમ છતાં પણ આજે પણ અમે એકબીજાની કાળજી રાખીએ છીએ."

આ પણ વાંચો :સલમાન ખાન અને જીશાન સિદ્દિકીને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની નોઇડાથી ધરપકડ

પ્રામાણિકપણે હું દરેક માટે ચિંતિત છું: સીમા

સીમાએ કહ્યું- જ્યારે અમે શોની પહેલી સીઝનનું શૂટિંગ શરૂ કર્યું, ત્યારે સોહેલ સાથે મારા લગ્ન થયા હતા. મારા અને સોહેલ થી બે સુંદર બાળકો થયા છે અને ખાન પરિવારના સભ્યો સાથે અમારો સંબંધ હંમેશા બની રહેશે. ભલે અમે પોત- પોતાની લાઈફમાં  આગળ વધીએ. પરંતુ જ્યારે ધમકીઓ વિશે સમાચાર આવી રહ્યા હતા, ત્યારે હું ચોક્કસપણે મારા બાળકો માટે અને પ્રામાણિકપણે દરેક માટે ચિંતિત છું. ખરેખર આ તમને દરેક રીતે પરેશાન કરે છે, કારણ કે આખરે તમે દરેકની સુરક્ષા માટે ચિંતા કરો છો.

Tags :