Get The App

VIDEO: સોનુ નિગમના કોન્સર્ટમાં સ્ટેજ પર મારામારી, લોકોએ કહ્યું- દારૂડિયાનો નશો ઉતારી દેવાયો

Updated: Oct 29th, 2024

GS TEAM

Google News
Google News
Sonu Nigam

Sonu Nigam Viral Video: કલાકાર સ્ટેજ પર પરફોર્મ કરતો હોય છે ત્યારે ઘણી વખત દર્શક તેની સાથે ખરાબ વર્તન કરતા હોય છે. આવો જ હાલ સોનુ નિગમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના એક વ્યકિત દારૂ પીને સ્ટેજ પર આવી જાય છે અને સોનુ સાથે ખરાબ વર્તન કરે છે. જાણીએ શું છે સમગ્ર મામલો.

કોન્સર્ટમાં સ્ટેજ પર મારામારી

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે સોનુ નિગમ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો છે ત્યારે અચાનક એક વ્યક્તિ સ્ટેજ પર આવે છે અને સોનુ તરફ આગળ વધે છે. તે વ્યક્તિ નશામાં છે. આથી તેને જોઈને સોનુ પાછળ હતી જાય છે અને ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડ તરત જ સ્ટેજ પર આવી જાય છે અને તે વ્યક્તિને મારપીટ કરે છે.

સિક્યોરિટી ગાર્ડ માર માર્યો 

સિક્યોરિટી ગાર્ડ તે વ્યક્તિને માર મારીને સ્ટેજ પરથી નીચે લઈ જાય છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર ઘણી કોમેન્ટ્સ કરી રહ્યા છે. આના પર એક યુઝરે લખ્યું કે તે ખૂબ જ અદ્ભુત હતું. અન્ય યુઝરે લખ્યું કે તે ખૂબ જ સારું કહેવાય કે આ ઘટનાથી સોનુના સુર ન બગડ્યા, ત્રીજા યૂઝરે કહ્યું, સોનુજીનું ધ્યાન રાખો. યુઝર્સ આવી કોમેન્ટ કરીને સોનુના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: સલમાન ખાન અને જીશાન સિદ્દિકીને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની નોઇડાથી ધરપકડ

સોનુના થઈ રહ્યા છે વખાણ 

સોશિયલ મીડિયા લોકો સોનુના વખાણ કરી રહ્યા છે. કારણ કે તે વ્યક્તિ અચાનક સોનુ તરફ આગળ વધ્યો, સોનુએ ન તો ગાવાનું બંધ કર્યું કે ન તો ગુસ્સો કર્યો, બલ્કે તે ગાતો રહ્યો અને ઝડપથી દોડીને બીજી તરફ જતો રહ્યો. આ દરમિયાન સોનુના સુર એક સેકન્ડ માટે પણ બગડ્યા નહીં અને ગીત ગાવાનું ચાલુ રાખ્યું. આ માટે સોનુના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

VIDEO: સોનુ નિગમના કોન્સર્ટમાં સ્ટેજ પર મારામારી, લોકોએ કહ્યું- દારૂડિયાનો નશો ઉતારી દેવાયો 2 - image