Get The App

સિંગર શ્રેયા ઘોષાણે મુંબઈના વરલીમાં 30 કરોડનો ફલેટ લીધો

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
સિંગર શ્રેયા ઘોષાણે મુંબઈના વરલીમાં 30 કરોડનો ફલેટ લીધો 1 - image

- પોણા બે કરોડ સ્ટેમ્પ ડયૂટી ભરી  

- વરલીમાં શાહિદ કપૂર, અનુષ્કા શર્મા, રિતેશ દેશમુખ, દીપિકાનું પણ રોકાણ

મુંબઇ : પ્લેબક સિંગર શ્રેયા ઘોષાલે પોતાના પેરન્ટસ સાથે મુંબઇના વરલીમાં ૨૯.૭૦ કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો છે. ગાયિકાનો આ ફ્લેટ ૨,૭૫૦ ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવે છે. શ્રેયાને ફલેટ સાથે ત્રણ કાર  પાર્કિંગ એલોટ થયાં છે. 

દસ્તાવેજો  અનુસાર ફલેટના વેચાણ ખત પેટે ૧.૭૮ કરોડ રૂપિયાની સ્ટેમ ડયુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશનના ચુકવવામાં આવ્યા છે.  ગત પહેલી એપ્રિલે આ ફલેટના સોદાનું રજિસ્ટ્રેશન થયું હતું. 

મુંબઈમાં મોટાભાગના સેલિબ્રિટીઓ બાન્દ્રા, જૂહુ તથા પાલી હિલ જેવા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે. જોકે, મોંઘાદાટ વરલી વિસ્તારમાં પણ અનેક બોલિવુડ સેલિબ્રિટીઓએ પ્રોપર્ટી ખરીદી છે. શાહિદ કપૂર, અનુષ્કા શર્મા, અને રિતેશ દેશમુખે અહીં રોકાણ કર્યું છે. રણવીર અને દીપિકા વરલીની લગોલગ આવેલા પ્રભાદેવી વિસ્તારમાં રહે છે.