Entertainment

સ્ટેન્ડઅપ કોમેડિયન બનવા અમેરિકા ગયેલા અભિનેતાનું દર્દ છલકાયું! સિક્યુરિટી ગાર્ડ બની ગુજરાન ચલાવ્યું

By GS Team
15 Feb 20262 mins read
TukuTouch Logo
એક્ટર, મોડેલ અને રિયાલિટી શૉ સ્ટાર સિદ્ધાર્થ ભારદ્વાજ હાલમાં "ધ 50" શૉમાં દેખાઈ રહ્યો છે. ફેન્સને શૉમાં સિદ્ધાર્થની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી રહી છે. તેવામાં સિદ્ધાર્થે ફેન્સ સાથે પોતાની સફર વિશે વાત શેર કરી હતી. સ્ટેન્ડઅપ કોમેડિયન બનવા અમેરિકા ગયેલા સિદ્ધાર્થનું દર્દ છલકાયું! એક્ટરે ખુલાસો કર્યો કે, હું અમેરિકામાં હતો ત્યારે સિક્યુરિટી ગાર્ડ બનીને ગુજરાન ચલાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્ટેન્ડઅપ કોમેડિયન બનવા અમેરિકા ગયેલા અભિનેતાનું દર્દ છલકાયું! સિક્યુરિટી ગાર્ડ બની ગુજરાન ચલાવ્યું
Image : Instagram/theaslisidharth

Siddharth Bhardwaj Reveals Struggle: એક્ટર, મોડેલ અને રિયાલિટી શૉ સ્ટાર સિદ્ધાર્થ ભારદ્વાજ હાલમાં "ધ 50" શૉમાં દેખાઈ રહ્યો છે. ફેન્સને શૉમાં સિદ્ધાર્થની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી રહી છે. તેવામાં સિદ્ધાર્થે ફેન્સ સાથે પોતાની સફર વિશે વાત શેર કરી હતી. સ્ટેન્ડઅપ કોમેડિયન બનવા અમેરિકા ગયેલા સિદ્ધાર્થનું દર્દ છલકાયું! એક્ટરે ખુલાસો કર્યો કે, હું અમેરિકામાં હતો ત્યારે સિક્યુરિટી ગાર્ડ બનીને ગુજરાન ચલાવ્યું હતું. 

સિદ્ધાર્થનું દર્દ છલકાયું! 

"ધ 50" શૉમાં સિદ્ધાર્થે જણાવ્યું કહ્યું કે, 'કોવિડ-19 મહામારીમાં પોતાનું સપનુ પૂરું કરવા માટે અમેરિકા ગયો હતો. ભારતમાં હું પહેલાથી જ ફેમસ હતો. તેમ છતાં અમેરિકામાં મે ટેક્સી ડ્રાઈવર અને બાઉન્સર સહિતની અનેક નોકરીઓ કરવી પડી હતી.'

"ધ 50" શૉમાં એક ટાસ્ક દરમિયાન સિદ્ધાર્થે જણાવ્યું કે, વર્ષ 2020માં મહામારી દરમિયાન જ્યારે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રી ઠપ પડી ગઈ હતી, ત્યારે મે ઘણો મુશ્કેલ સમય જોયો હતો. આ મુશ્કેલ સમયમાં મે અમેરિકામાં કેટલીક નોકરીઓ કરી હતી. મેં એક સ્ટ્રીપ ક્લબમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે પણ કામ કર્યું હતું. 

અમેરિકામાં રહેવાને લઈને સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, અમેરિકામાં રહેવું મારા માટે અચાનક લેવાયેલો નિર્ણય ન હતો. અમેરિકા જવાનું સપનુ પહેલાથી જ હતું. જોકે, ઈન્ડસ્ટ્રીમાં વધારે કનેક્શન ન હોવાથી અને ક્લિયર રોડમેપ ન હોવાના કારણે અમેરિકા જવાના પ્લાનમાં મોડું થયું હતું. પછી કોવિડ-19 દરમિયાન અંતે હું અમેરિકા ગયો હતો.

આ પણ વાંચો: ટીવી શૉમાં અરબાઝને પ્રપોઝ કરી રડી પડી નિક્કી તંબોલી, કહ્યું- રિલેશનશિપના વિરોધમાં છે પિતા

અમેરિકામાં ન મળી સફળતા 

સિદ્ધાર્થ સ્ટેન્ડ-અપ કોમેડી કરવા માટે અમેરિકા ગયો હતો. જોકે, તે પોતાની ઓળખ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો હતો. આ અંગે સિદ્ધાર્થે કહ્યું, 'LA એક વિશાળ જગ્યા છે. ક્યારેક તમને શૉ માટે બુક કરવામાં આવે છે, જ્યાં જતાં તમને જોવા મળે છે કે, શૉમાં ફક્ત 10 લોકો એક રૂમમાં બેઠા હોય છે. આ લોકોને હસાવવા એક મોટો પડકાર હોય છે.' 

તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ સૌપ્રથમ સ્પ્લિટ્સવિલામાં દેખાયો હતો. ત્યારબાદ તે બિગ બોસમાં જોવા મળ્યો હતો. આ શૉએ તેને ખ્યાતિ અપાવી, પરંતુ પછી તે અચાનક લાઈમલાઈટથી દૂર થઈ ગયો હતો.