ધ્રોલ તાલુકાના ખાખરા ગામે એક ખેડૂતના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા ગામમાં રહેતા એક ખેડૂતના રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ. 7,076નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, ધ્રોલ પોલીસને મળેલી બાતમીના આધારે ખાખરા ગામમાં શાંતુભા જશુભા જાડેજા (ઉ.વ. 55), રહે. ખાખરા ગામના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસે કોઈ પરમીટ વિના વેચાણ અર્થે રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
દરોડા દરમિયાન ભારતીય બનાવટની વિદેશી દારૂની 8 બોટલ તેમજ 11 નાના ચપટા મળી કુલ રૂ. 7,076નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ અંગે ધ્રોલ પોલીસ મથકે શાંતુભા જશુભા જાડેજા સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









