Bhavnagar

ભાવનગર-બાંદ્રા-ભાવનગર વિશેષ ટ્રેનના ફેરામાં વધારો

By GS Team
26 Jul 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર અને વેરાવળથી ઉપડતી બાંદ્રા સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા છે. ભાવનગર-બાંદ્રા ટ્રેન 27 ઓગસ્ટ સુધી, જ્યારે વેરાવળ-બાંદ્રા ટ્રેન 31 ઓગસ્ટ સુધી દોડશે. આ નિર્ણયથી તહેવારોમાં મુસાફરોને મુંબઈ વિસ્તાર માટે વધારાની રેલ સેવા ઉપલબ્ધ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર-બાંદ્રા-ભાવનગર વિશેષ ટ્રેનના ફેરામાં વધારો
  • મુસાફરોની માંગને ધ્યાને રાખી સંચાલનની સમયમર્યાદા લંબાવાઈ

ભાવનગર : પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર અને વેરાવળથી ઉપડતી તેમજ પરત આવતી બાંદ્રા સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
વેરાવળ-બાંદ્રા-વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન પણ એક માસ વધુ દોડશે
મુસાફરોની માંગ, સુવિધા અને ભીડને ધ્યાનમાં રાખી બે જોડી સાપ્તાહિક વિશેષ ટ્રેનોના ફેરામાં વધારો કરાયો છે. જેમાં ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક વિશેષ ટ્રેન અગાઉ ૩૦ જુલાઈ સુધી દોડવાની હતી. તેની સમયમર્યાદામાં લંબાવી ૨૭ ઓગસ્ટ કરાઈ છે. તેવી જ રીતે બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક વિશેષ ટ્રેન ૩૧ જુલાઈના બદલે ૨૮ ઓગસ્ટ સુધી સંચાલિત થશે. આ ઉપરાંત વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ૨૭ જુલાઈના બદલે ૩૧ ઓગસ્ટ અને બાંદ્રા-વેરાવળ સાપ્તાહિક વિશેષ ટ્રેન ૨૬ જુલાઈના બદલે ૩૦ ઓગસ્ટ સુધી દોડાવાશે. આ નિર્ણયથી મુસાફરોની સુવિધા વધશે. તહેવારો અને રજાના દિવસોમાં વધારાની ભીડનું સંચાલન થશે. ભાવનગર, વેરાવળ અને અન્ય મહત્વપૂર્ણ સ્ટેશનોના મુસાફરોને મુંબઈ વિસ્તાર માટે વધારાની રેલ સેવા ઉપલબ્ધ રહેશે તેમ ભાવનગર ડીઆરએમ દિનેશ વર્માએ જણાવ્યું હતું.