Get The App

ટીવી શૉમાં અરબાઝને પ્રપોઝ કરી રડી પડી નિક્કી તંબોલી, કહ્યું- રિલેશનશિપના વિરોધમાં છે પિતા

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
ટીવી શૉમાં અરબાઝને પ્રપોઝ કરી રડી પડી નિક્કી તંબોલી, કહ્યું- રિલેશનશિપના વિરોધમાં છે પિતા 1 - image

Arbaaz Patel Proposes to Nikki Tamboli : ધ 50ના છેલ્લા એપિશોડમાં નિયા શર્મા અને ઉર્ફી જાવેદ મહેમાન બનીને પહોંચ્યા હતા. બંનેએ કન્ટેસ્ટન્ટ્સ પાસે જોરદાર ટાસ્ક કરાવ્યા છે. જેમાં છોકરીઓને ઈમ્પ્રેસ કરવાની જવાબદારી છોકરાઓને સોંપવામાં આવી છે. આ ટાસ્ક દરમિયાન અરબાઝ પટેલે તેની ગર્લફ્રેન્ડ નિક્કી તંબોલીને નેશનલ ટીવી શૉ પર પ્રપોઝ કર્યુ હતું. અરબાઝે કહ્યું કે, 'નિક્કીને કલર્સના શૉ પર જ મળ્યો હતો અને હવે કલર્સના શૉમાં જ પ્રપોઝ કરુ છું.' અરબાઝે પ્રપોઝ કરતાં નિક્કી ઈમોશનલ થઈ ગઈ હતી. નિક્કીએ કહ્યું કે, 'અરબાઝ બીજા ધર્મમાંથી હોવાથી મારા પિતા રિલેશનશિપના વિરોધમાં છે.'

અરબાઝ અને નિક્કી કલર્સ શૉમાં મળ્યા હતા

અરબાઝ પટેલે સ્ટેજ પર આવીને કહ્યું કે, 'કલર્સ પર જ કોઈએ મને ખરેખર ઈમ્પ્રેસ કર્યો હતો. નિક્કી ઘણીવાર કહેતી હતી કે આપણે સત્તાવાર રીતે એકબીજાને પ્રપોઝ કર્યું નથી. કલર્સે જ તેમને એકબીજા સાથે પરિચય કરાવ્યો હતો, અને તેણે વિચાર્યું હતું કે, જો તેને ક્યારેય તક મળશે, તો તે કલર્સ પર નિક્કીને પ્રપોઝ કરશે.'

નિક્કીએ પ્રપોઝના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જેમાં જોવા મળે છે કે, અરબાઝ નિક્કીને સ્ટેજ પર લાવે છે અને ઘૂંટણીએ બેસીને પ્રપોઝ કરે છે. અરબાઝે કહ્યું કે, 'મને બહુ ગુસ્સો આવે છે, પરંતુ નિક્કીને જોઈને મારો ગુસ્સો શાંત થાય છે. '

રિલેશનશિપના વિરોધમાં છે નિક્કીના પિતા 

અરબાઝ પટેલે પ્રપોઝ કરતાં નિક્કી ભાવુક થઈ જાય છે. તેની આંખોમાં આંસુ આવી જાય છે. નિક્કી કહે છે કે, હું હંમેશા ઈચ્છતી હતી કે મારા જીવનમાં પણ આવી પળ આવે, પરંતુ મને ડર પણ છે. કારણ કે મારા પિતા આ રિલેશનશિપના વિરોધમાં છે.

આ પણ વાંચો: VIDEO: હવે ગોવિંદાનો નવો વીડિયો વાઇરલ, લગ્નમાં ડાન્સ કરતા નજરે પડ્યા, ફેન્સ ચોંક્યા

નિક્કીએ કહ્યું, 'અમે દોઢ વર્ષથી સાથે છીએ, પણ...'

નિક્કીએ કહ્યું કે, 'મને ડર લાગે કે હું બીજા ધર્મમાંથી આવું છું. અમે દોઢ વર્ષથી સાથે છીએ, પણ મારા પિતા આ સંબંધ સ્વીકારી રહ્યા નથી અને હું મારા પિતાની સલાહ વિરુદ્ધ ગઈ છું કારણ કે મારી માતાએ મને શીખવ્યું હતું કે કોઈના માટે મારા પ્રેમનું બલિદાન ન આપવું. પપ્પાનો પ્રેમ એક વાત છે, અને જીવનસાથીનો પ્રેમ બીજી વાત છે. મને આશા છે કે મારા પિતા આ સમજશે, કારણ કે હું અરબાઝ પટેલને પ્રેમ કરું છું.'