Entertainment

અહાન-શર્વરીની નવી ફિલ્મ આગામી વર્ષે માર્ચમાં આવશે

By GS Team
26 Jul 20261 min read
TukuTouch Logo
યશરાજ ફિલ્મ્સની નવી એક્શન રોમેન્ટિક ડ્રામાનું શૂટિંગ યુકેમાં ચાલી રહ્યું છે. અહાન પાંડે, શર્વરી, ઐશ્વરી ઠાકરે અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. અહાન રોમેન્ટિકને બદલે એક્શન હિરો તરીકે દેખાશે. આ ફિલ્મ 26 માર્ચ 2027ના રોજ રિલીઝ થશે. નિર્માતા આદિત્ય ચોપડા અને અલી અબ્બાસ ઝફરની આ પાંચમી ફિલ્મ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અહાન-શર્વરીની નવી ફિલ્મ આગામી વર્ષે માર્ચમાં આવશે
  • અહાન રોમાન્ટિકને બદલે એક્શન હિરો તરીકે દેખાશે
  • ફિલ્મમાં બોબી દેઓલ સહિતના કલાકારો, યુકેમાં શૂટિંગ ચાલુ છે

મુંબઇ : યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મ રીલિઝ કરવા માટે ૨૬ માર્ચ ૨૦૨૭ તારીખ નક્કી કરી લેવામાં આવી છે. હાલ આ ફિલ્મની શૂટિંગ યુકેમાં ચાલી રહ્યું છે.આ એકશન રોમેન્ટિક ડ્રામામાં અહાન પાંડે, શર્વરી, ઐશ્વરી ઠાકરે અને બોબી દેઓલ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મનું ટાઇટલ હજી નક્કી થયું નથી.
ફિલ્મની પ્રોડકશન અપડેટ આપતાં તેના પ્રથમ શેડયુઅલનું કામ શરૂ થઇ ગયું હોવાની નિર્દેશકે જાહેરાત કરી છે તેમ વાયઆરએફ ફિલ્મે જણાવ્યું હતું. હવે ફિલ્મની રિલિઝ ડેટ નક્કી થઇ ગઇ હોવાથી તેનું કામ ઝપાટાભેર ચાલશે. અહાન પાંડેની 'સૈયારા' બાદ રિલિઝ થનારી આ પ્રથમ મોટી ફિલ્મ હશે. અલી અબ્બાસ ઝફરની નિર્માતા આદિત્ય ચોપડા સાથે આ પાંચમી ફિલ્મ છે. અગાઉ તેઓ 'મેરે બ્રધર કી દુલ્હન', 'ગુંડે', 'સુલતાન' અને 'ટાઇગર ઝિંદા હૈ' નામની ફિલ્મો સાથે કરી ચૂક્યા છે.