બોલીવૂડ રોયલ્ટી ગણાતાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા ન્યુ યોર્કમાં સાંજે ફરતા દેખાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ગુરુના ન્યુ યોર્કમાં યોજાયેલાં પ્રિમિયરમાં બંનેની જોડીજામેલી
- ઇવનિંગ વોક દરમ્યાન મળેલાં ફેને બંનેની સાથે સેલ્ફી ખેંચી સોશિયલ મિડિયા પર મુકતાં તે વાઇરલ થઇ
મુંબઇ : એક સમયે જેમની લવ સ્ટોરી જે શહેરમાં પાંગરી હતી તે ન્યુ યોર્કમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યારાય બચ્ચન સમી સાંજે ટહેલતાં જોવા મળ્યા હતા.
તેમની આ ઇવનિંગ વોક દરમ્યાન એક ચાહકે મળીને તેમની સાથે સેલ્ફી ખેંચી તેને ઓનલાઇન મુકતાં તે વાઇરલ બની હતી. ફેને તેની પોસ્ટમાં બંને જણાંને બોલીવૂડનું સુંદર રોયલ કપલ તરીકે ઓળખાવ્યા હતા.
અભિષેક ટી શર્ટ અને કેપમાં સજ્જ હતો જ્યારે ઐશ્વર્યા બ્લેક વસ્ત્રોમાં જોવા મળી હતી.
અભિષેક અને ઐશ્વર્યા જાહેરમાં જ્વલ્લે જ સાથે જોવા મળતાં હોઇ તેમના ચાહકો બનેને સાથે જોઇ ખુશ થઇ ગયા હતા.
અભિષેક અને ઐશ્વર્યા બંને વચ્ચે ૨૦૦૬માં ઉમરાવ જાન ફિલ્મ દરમ્યાન પ્રેમ પાંગર્યો હતો. ગુરુ ફિલ્મ દરમ્યાન તેમના સંબંધો મજબૂત બનતાં તેમના બંને માટે આ ફિલ્મ ખાસ બની રહી છે. રસપ્રદ બાબત એ છે કે ગુરુ ફિલ્મના ન્યુ યોર્કમાં યોજાયેલાં પ્રિમિયક દરમ્યાન જ અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું.
એ પછી ફિલ્મ રજૂ થયાના થોડા મહિના પછી ૨૦ એપ્રિલ ૨૦૦૭ના રોજ તેઓ મુંબઇમાં પરણી ગયા હતા.









