Entertainment

શનાયા કપૂરની નવી ફિલ્મનું ટાઈટલ જેકોબ કાર્ડોસો નક્કી થયું

By GS Team
1 Mar 20261 min read
શનાયા કપૂરની નવી ફિલ્મનું ટાઈટલ જેકોબ કાર્ડોસો નક્કી થયું

- અભય વર્મા શનાયાનો હિરો હશે   

- રોમાન્ટિક કોમેડી ફિલ્મમાં ૧૯૮૭ના અરસાના ગોવાની વાત હશે

મુંબઈ: શનાયા કપૂરની નવી રોમાન્ટિક કોમેડી ફિલ્મનું ટાઈટલ 'જેકોબ કાર્ડોસો' નક્કી થયું છે. આ ફિલ્મમાં અભય વર્મા તેનો હિરો હશે. 

ફિલ્મમાં ૧૯૮૭નાં અરસાના ગોવાની વાત હશે. ફિલ્મનું શૂટિંગ ઓલરેડી પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે પોસ્ટ  પ્રોડક્શનનું કામ શરુ થયું છે.  ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પણ ગોવામાં જ થયું છે. 

શુજાત સૌદાગરે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. ફિલ્મની રીલિઝ ડેટ હજુ નક્કી થઈ નથી. 

શનાયાની આ પહેલાંની 'આંખો કી ગુસ્તાખિયાં' તથા 'તુ યા મૈ' બંને ફિલ્મો નબળી સાબિત થઈ હતી. હવે તેની કારકિર્દીનો આધાર આ ફિલ્મ પર છે. બીજી તરફ 'મુંજ્યા'માં અભય વર્માનો રોલ વખણાયો હતો પરંતુ તે પછી તેની કારકિર્દી પણ ધાર્યા ટ્રેક પર આગળ વધી નથી.