'કિંગ ખાન' બોક્સ ઓફિસ પર ફરી ધૂમ મચાવશે, શાહરૂખ ખાનની 4 બ્લોકબસ્ટર ફિલ્મો થશે રિલીઝ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shah Rukh Khan Upcoming Films: બોલિવૂડ 'કિંગ ખાન' શાહરૂખ બોક્સ ઓફિસ પર ફરી ધૂમ મચાવશે. વર્ષ 2023માં શાહરૂખ ખાનની 'પઠાણ', 'જવાન' અને 'ડંકી' ફિલ્મ બાદ છેલ્લા ત્રણ વર્ષમાં સુપરસ્ટારની કોઈ ફિલ્મ આવી નથી. તેવામાં ફેન્સ શાહરૂખને મોટા પડદા પર જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે વર્ષ 2026-27માં શાહરૂખની 4 બ્લોકબસ્ટર ફિલ્મો રિલીઝ થશે. ચાલો જાણીએ શાહરૂખની અપકમિંગ ફિલ્મો વિશે.
જેલર 2
વર્ષ 2023માં બ્લોકબાસ્ટર 'જેલર'ની સિક્વલ 'જેલર-2' મસ્ટ અવેઈટેડ ફિલ્મ છે. તેનું દિગ્દર્શન નેલ્સન દિલીપકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રજનીકાંત મુખ્ય રોલમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોલિવૂડ સુપરસ્ટાર આ ક્રાઈમ એક્શન થ્રિલરમાં ખાસ ભૂમિકા ભજવશે. કિંગ ખાન આ ફિલ્મમાં પોલીસ અધિકારીની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ 12 જૂન અથવા 12 ઓગસ્ટ, 2026ના રોજ રિલીઝ થવાની ધારણા છે. જો કે, હજુ ફિલ્મની સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરવાની બાકી છે.
કિંગ
શાહરૂખ ખાનની મસ્ટ અવેઈટેડ ફિલ્મ 'કિંગ' છે. આ બોલિવૂડ એક્શન થ્રિલર ફિલ્મમાં ત્રણ વર્ષના વિરામ બાદ શાહરૂખ મેઈન રોલમાં જોવા મળશે. સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ પહેલી વાર તેની દીકરી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરશે. કિંગની સ્ટાર કાસ્ટમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, રાઘવ જુયાલ, અભય વર્મા, અનિલ કપૂર, જેકી શ્રોફ, જયદીપ અહલાવત, સૌરભ શુક્લા, અક્ષય ઓબેરોય અને કરણવીર મલ્હોત્રાનો સમાવેશ થાય છે. ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કિંગ ફિલ્મ 24 ડિસેમ્બર, 2026ના રોજ નાતાલના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: રિલીઝ પહેલા જ જોઈ શકાશે ધુરંધર 2, જાણો પેઇડ પ્રિવ્યૂ શૉ માટે કેટલા રૂપિયા ખર્ચવા પડશે
પઠાણ 2
વર્ષ 2027માં શાહરૂખ ખાન બોક્સ ઓફિસ પર ફરી ધૂમ મચાવશે. આ સુપરસ્ટાર YRF સ્પાઈ યુનિવર્સમાંથી 2023ની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણની સિક્વલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પઠાણ 2નું દિગ્દર્શન પણ સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવશે. આ ફિલ્મ 2027માં રિલીઝ થવાની છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી નથી.
ટાઇગર વર્સિસ પઠાણ
બોલિવૂડના બે સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનને એકસાથે પડદા પર જોવા માટે ફેન્સ હંમેશા ઉત્સાહિત રહે છે. 'ટાઇગર વર્સિસ પઠાણ' ફિલ્મમાં શાહરૂખ ખાન પઠાણનો રોલ કરશે, જ્યારે સલમાન ખાન ટાઇગરની ભૂમિકા ભજવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ આનંદ આ સ્પાઈ એક્શન ફિલ્મનું દિગ્દર્શન કરશે.









