Get The App

અલ્લુ અર્જુનની રાકામાં શાહરૂખનો કેમિયો ગોઠવાશે

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
અલ્લુ અર્જુનની રાકામાં શાહરૂખનો કેમિયો  ગોઠવાશે 1 - image

- અગાઉ શાહરૂખ જેલર ટૂમાં કેમિયો નકારી ચૂક્યો છે

- એટલી સાથેના સંબંધોને કારણે શાહરૂખે તૈયારી દર્શાવી હોવાની ચર્ચા

મુંબઇ : એટલી દ્વારા બનાવવામાં આવી રહેલી અને અલ્લુ અર્જુનની મુખ્ય ભૂમિકા ધરાવતી  ફિલ્મ 'રાકા'માં શાહરુખ ખાનનો કેમિયો કદાચ જોવા મળી શકે છે. 

એટલી સાથેના સંબંધોના આધારે શાહરુખે આ માટે સંમતિ આપી હોવાનો દાવો થઈ રહ્યો છે.  શાહરુખની 'જવાન' ફિલ્મનું  દિગ્દર્શન એટલીએ કર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ રજનીકાંતની 'જેલર ટુ'માં કેમિયો કરવાનો શાહરુખે ઈનકાર કર્યો હતો. આ કેમિયો બાબતે હજુ સુધી એટલીએ કે શાહરુખે કોઈ કન્ફર્મેશન આપ્યું નથી.