- આ જોડી 11મી વખત સાથે કામ કરશે
મુંબઇ : સંજય ગુપ્તા અને સંજય દત્ત કાંટેની સીકવલની તૈયારી કરી રહ્યા છે. જો આમ થશે તો તેઓ ૧૧મી વખત સાથે કામ કરશે. સંજય ગુપ્તાએ પુષ્ટિ કરી હતી કે તેણે કાંટેના બીજા ભાગ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેણે એમ પણ કહ્યું હતુ ંકે, કાંટે ફિલ્મને રિલીઝ પછી કાયદાકીય સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. જોકે હવે આ મામલાનું સમાધાન થઇ ગયું છે.
સંજય ગુપ્તાએ સંજય દત્તને એક સારો એકટર ગણાવ્યો હતો. જોકે તેણે એમ પણ કહ્યું હતુ ંકે, ધૂરંધર પહેલા મને લાગ્યું હતું કે તેની પ્રતિભાનો યોગ્ય રીતે ઉપયોગ થઇ રહ્યો નથી. અમે ૧૦ ફિલ્મો સાથે કામ કરી હોવાથી મને તેની અભિનય પ્રતિભા પર વિશ્વાસ છે. તે આજે પણ ફિલ્મનો ભાર ઉપાડી શકે એમ છે.
ઉલલ્ખનીય છે કે, સંજય ગુપ્તા અને સંજય દત્તે ભૂતકાળમાં અતિશ, જંગ, ખૌફ, કાંટે, મુસાફિર, જિંદા, દસ કહાનિયા, અલીબાબા જે હજી સુધી રિલીઝ થઇ શકી નથી, પ્લાન, શૂટઆઉટ એટ લોખંડવાલામાં સાથે કામ કર્યું છે.


