Entertainment

ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ, પુણેથી 5 શખ્સોની અટકાયત, લોરેન્સ ગેંગના નામથી હુમલાનો દાવો

By GS Team
1 Feb 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર રોહિત શેટ્ટીના જુહુ સ્થિત નિવાસસ્થાન પર થયેલા ફાયરિંગના કેસમાં પુણે પોલીસે રવિવારે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ મામલે પાંચ લોકોની અટકાયત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ, પુણેથી 5 શખ્સોની અટકાયત, લોરેન્સ ગેંગના નામથી હુમલાનો દાવો

Rohit Shetty house Firing Case : બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર રોહિત શેટ્ટીના જુહુ સ્થિત નિવાસસ્થાન પર થયેલા ફાયરિંગના કેસમાં પુણે પોલીસે રવિવારે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ મામલે પાંચ લોકોની અટકાયત કરી છે.

અંધાધૂંધ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

શનિવારે મોડી રાત્રે અંદાજે 12:45 વાગ્યે જુહુમાં આવેલી નવ માળની ઈમારત 'શેટ્ટી ટાવર' પર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં એક ગોળી બિલ્ડિંગના પ્રથમ માળે આવેલા જીમના કાચમાં ઘૂસી ગઈ હતી.

આ પણ વાંચો : બજેટમાં ગુજરાતને મોટી ભેટ ! સુરતથી ડાનકુની સુધી બનશે નવો ફ્રેટ કોરિડોર, ઉદ્યોગોમાં ખુશીનો માહોલ

પાંચ શખસોની અટકાયત

પુણેની વારજે માળવાડી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન કર્વેનગર અને ધાયરી વિસ્તારમાંથી પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ અમન આનંદ મારોટે (27), આદિત્ય જ્ઞાનેશ્વર ગાયકી (19), સિદ્ધાર્થ દીપક યેનપુરે (20), સમર્થ શિવશરણ પોમાજી (18) અને સ્વપ્નિલ બંડુ સકટ (23) તરીકે થઈ છે. મુંબઈ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા હેઠળ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને તપાસ તેજ બનાવી છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર શંકા

આ હુમલાની મોડસ ઓપરેન્ડી જોતા પોલીસને લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મજબૂત શંકા છે. અગાઉ સલમાન ખાનના ઘર પર પણ આ જ પ્રકારે ફાયરિંગની ઘટના બની હતી, જેના કારણે પોલીસ આ પાસા પર ગંભીરતાથી કામ કરી રહી છે. જોકે, હજુ સુધી બિશ્નોઈ ગેંગ દ્વારા આ હુમલાની સત્તાવાર જવાબદારી લેવામાં આવી નથી. ઘટના સ્થળે ફોરેન્સિક સાયન્સ અને બેલેસ્ટિક નિષ્ણાતોની ટીમે પહોંચીને નમૂના એકત્ર કર્યા છે.

આ પણ વાંચો : ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર લટકતી તલવાર ! કેન્દ્રીય બજેટમાં ફંડ ન મળતા પ્રોજેક્ટના ભવિષ્ય પર સવાલો