Baroda

શૌચાલયમાં બીડી સળગાવતા જ ભડકો થતા શ્રમજીવી દાઝી ગયો

By GS Team
20 Jul 20261 min read
TukuTouch Logo
સલાટવાડામાં 45 વર્ષના હરિચરણ શર્મા શૌચાલયમાં બીડી સળગાવતા જ ભડકો થયો હતો. ગેસ લિકેજના કારણે આગ લાગી હોવાની શંકા છે. આ શ્રમજીવી ગંભીર રીતે દાઝી જતાં તેમને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કારેલીબાગ પોલીસ અને ગેસ વિભાગની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શૌચાલયમાં બીડી સળગાવતા જ ભડકો  થતા શ્રમજીવી દાઝી ગયો

શૌચાલયમાં બીડી સળગાવતા જ ભડકો થતા શ્રમજીવી આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સલાટવાડા તુલસીભાઇની ચાલીમાં રહેતા ૪૫ વર્ષના હરિચરણ શર્મા ચોળાફળીની લારી ચલાવે છે. આજે સવારે તેઓ શૌચાલયમાં કુદરતી હાજતે ગયા હતા. તે દ રમિયાન તેમણે બીડી સળગાવતા જ ભડકો થયો હતો. તેઓ આખા શરીરે સખત રીતે દાઝી ગયા હતા. વોશરૃમની બહાર દોડી આવી તેમણે બૂમાબૂમ કરતા પરિવાજનોએ દોડી આવી આગ બુઝાવી તેઓને તરત જ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ વિસ્તારમાં થોડાસમય અગાઉ ગેસ લિકેજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેસ લિકેજના કારણે જ આગ લાગી હોવાની શંકા સેવાઇ રહી છે.જે અંગે ગેસ વિભાગની ટીમ તથા કારેલીબાગ પોલીસની ટીમે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી છે.