Entertainment

રોહિત રોયની પુત્રી કિયારાનું હિરોઈન તરીકે ડેબ્યૂ

By GS Team
4 Apr 20261 min read
રોહિત રોયની પુત્રી કિયારાનું હિરોઈન તરીકે ડેબ્યૂ

- સાજિદના પુત્ર સુભાનની હિરોઈન બનશે

- બોલિવુડમાં ઓલરેડી એક કિયારા હોવાથી તે પોતાનું નામ બદલીને એરાહ બોઝ રાખે તેવી ચર્ચા

મુંબઈ : રોહિત રોયની દીકરી કિયારા હિરોઈન બનવાની છે. સાજિદ નડિયાદવાલાના દીકરા સુભાનની ફિલ્મ 'ઐસી દિવાનગી'માં તેને લીડ હિરોઈન તરીકે સિલેક્ટ કરવામાં આવી છે.

 બોલિવુડમાં કિયારા અડવાણી ઓલરેડી જાણીતી હિરોઈન હોવાથી રોહિતની દીકરી પોતાનું સ્ક્રીન નેમ બદલીને એરાહ બોઝ રાખે તેવી ચર્ચા છે. જોકે, તેને કોઈ સત્તાવાર કન્ફર્મેશન મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું શૂટિંગ ઓલરેડી શરુ થઈ ગયું છે. શશાંક ખૈતાન આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે.