Entertainment
ઋષભ શેટ્ટીએ કાંતારાની અભિનેત્રી રુકમણિ વસંતને અનફોલો કર્યા
By GS Team
29 Mar 20261 min read

- ઉપરાંત ફિલ્મસર્જક તેમજ ફિલ્મની ટીમથી પણ સોશયલ મીડિયાથી અંતર કર્યું
મુંબઇ : ઋષભ શેટ્ટીની કાંતારા અને કાંતારા ચેપ્ટર વને બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. જેમાથી કાંતારા ચેપ્ટર વનમાં અભિનેતા અને રુકમણિ વસંતની જોડી હતી. હવે અભિનેતા અભિનેત્રી રુકમણી વસંત અને રાજ બી શેટ્ટી કો ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છેઆ ઉપરાંત ફિલ્મસર્જક અને પ્રોડકશન બેનર ટીમને પણ અનફોલો કરી દીધા છે. તેમના ફોલોઇંગ લિસ્ટમાં તેનું નામ ક્યાંય જોવા મળતું નથી.આ પરથી અટકળ થઇ રહી છે કે ઋષભ શેટ્ટીને કાંતારા ટીમ સાથે અણબનાવ થઇ ગયો છે.
ઋષભ શેટ્ટીએ આ બાબતે કોઇ સ્પષ્ટતા કરી નથી, તેમજ ફિલ્મની ટીમ તરફથી પણ કોઇ પ્રતિસાદ આવ્યો નથી.
અભિનેતા જલદી જ માઈથોલોજિકલ ફિલ્મ જય હનુમાનમાં મુખ્ય રોલમાં જોવા મળશે.









