- એનિમલ માટે ચાર કરોડ વસૂલ્યા હતા
- પુષ્પા ટુ માટે 10 કરોડ મળ્યા હતા : હવે કોકટેલ ટુનાં બોક્સ ઓફિસ કલેક્શન પર નજર
મુંબઇ : બોલિવુડમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફીમાં સતત વધારો મેળવનારા કલાકારોમાં રશ્મિકા મંદાના મોખરે છે. હજુ ત્રણ વર્ષ પહેલાં ચાર કરોડ રુપિયા ફી વસૂલનારી રશ્મિકા હાલ ફિલ્મ દીઠ ૧૫ કરોડ રુપિયા વસૂલી રહી હોવાની ચર્ચા છે.
રશ્મિકાએ 'એનિમલ' તથા 'છાવા' બંને માટે ચાર કરોડ રુપિયા લીધા હતા.
'પુષ્પા ટુ' માટે તેને ૧૦ કરોડ મળ્યા હોવાનું કહેવાય છે. હવે નવી ચર્ચા એવી છે કે 'કોકટેલ ટુ'માં તેણે ૧૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
રશ્મિકા એ રીતે નસીબદાર રહી છે કે તેની મોટાભાગની ફિલ્મો હિટ થતી રહી છે. આથી તે દરેક ફિલ્મ પછી ફી વધારો માગી રહી છે. હવે રશ્મિકાની શાહિદ કપૂર તથા ક્રિતી સેનન સાથેની 'કોકટેલ ટુ' રજૂ થવાની છે.
આ ફિલ્મ પણ રશ્મિકા માટે પારસમણિ સાબિત થાય છે કે કેમ તેના પર સૌની નજર છે.


