Get The App

રણવીર સિંહની 'ધુરંધર 2' ફિલ્મે 10 દિવસમાં 10 મોટા રેકોર્ડ તોડ્યા, બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
રણવીર સિંહની 'ધુરંધર 2' ફિલ્મે 10 દિવસમાં 10 મોટા રેકોર્ડ તોડ્યા, બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી 1 - image

Ranveer Singh Dhurandhar 2 Big Records: બોક્સ ઓફિસ પર 'ધુરંધર 2' ફિલ્મ ધૂમ મચાવી રહી છે. રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2'એ 10 દિવસમાં રૂ.1200 કરોડથી વધુ કમાણી કરી દેશની ટોચની પાંચ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. ધુરંધર ફિલ્મે રિલીઝના 10 દિવસમાં 10 મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. 

એડવાન્સ બુકિંગમાં સૌથી વધુ ટિકિટનું વેચાણ

એડવાન્સ બુકિંગમાં 'ધુરંધર 2' ફિલ્મે ફક્ત 9 દિવસમાં બુકમાયશૉના વેચાણની દ્રષ્ટિએ શાહરૂખ ખાનની 'જવાન'ને પાછળ છોડીને ત્રીજું સ્થાન મેળવ્યું છે. બુકમાયશો પર 'ધુરંધર 2'ની 12.4 મિલિયનથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. જ્યારે વિકી કૌશલની 'છાવા' ફિલ્મની 12.59 મિલિયન ટિકિટો વેચાઈ છે. જેમાં 'ધુરંધર' ભાગ 1ની 13 મિલિયન ટિકિટ વેચાણ સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

પેઇડ પ્રિવ્યૂમાંથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

'ધુરંધર 2' ફિલ્મે રિલીઝ પહેલાં જ કમાલ કરી દીધી હતી અને પેઇડ પ્રિવ્યૂના મામલે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ તરીકેનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પેઇડ પ્રિવ્યૂમાંથી ફિલ્મે રૂ.43 કરોડનું કલેક્શન કર્યું હતું. સિનેમાના ઇતિહાસમાં આજ સુધી અન્ય કોઈ ફિલ્મ આવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી શકી નથી.

બોલિવૂડની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ

'ધુરંધર 2' ફિલ્મે સૌથી મોટી ઓપનિંગ ધરાવતી બોલિવૂડ ફિલ્મ બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઓપનિંગમાં ફિલ્મે રૂ.200 કરોડથી વધુની કમાણી કરી, જેમાં પહેલા જ દિવસે 'ધુરંધર 2'એ લગભગ રૂ.240 કરોડની કમાણી કરી હતી. 

બીજી સૌથી ઝડપી રૂ.1000ની કરોડની કમાણી કરનારી ફિલ્મ

'ધુરંધર 2'એ માત્ર સાત દિવસમાં રૂ.1000 કરોડથી વધુ કમાણી કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. 'પુષ્પા2'થી માત્ર ચાર દિવસમાં રૂ.1000 કરોડનો આંકડો પાર કર્યો હોવાથી સૌથી ઝડપી રૂ.1000ની કમાણી કરવામાં 'ધુરંધર 2' ફિલ્મે બીજું સ્થાન મેળવ્યું છે.

હિન્દીમાં સૌથી ઝડપી ₹500 કરોડની કમાણી

ઇતિહાસમાં કોઈ પણ ફિલ્મે આટલી શાનદાર ઓપનિંગ ક્યારેય મેળવી નથી. 'ધુરંધર 2' ફિલ્મે રૂ.500 કરોડના સૌથી ઝડપી કલેક્શનનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આમ, 'ધુરંધર-2' ફિલ્મે ફક્ત 3 દિવસમાં રૂ.500 કરોડથી વધુની કમાણી કરતાં તે સૌથી ઝડપી 500 કરોડની કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની છે. 

વર્ષ 2026ની સૌથી મોટી ઓપનિંગ

2025માં ધુરંધર ફિલ્મ સૌથી વધુ ઓપનિંગ-ડે આંકડા મેળવવામાં નિષ્ફળ રહી હતી. જો કે, ફિલ્મના બીજા પાર્ટે ખામી પૂરી કરી દીધી હતી. 'ધુરંધર 2' ફિલ્મનું બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ અને શરૂઆતમાં જ કુલ રૂ.240 કરોડની કમાણી કરી હતી. આમ, આ ફિલ્મ વર્ષ 2026ની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ પણ છે.

સતત 6 દિવસમાં રૂ.50 કરોડથી વધુ નેટ કલેક્શન

આ ફિલ્મે નેટ કલેક્શનમાં શાનદાર હાજરી નોંધાવી છે. ફિલ્મે સતત છ દિવસ સુધી રૂ.50 કરોડથી વધુનો દૈનિક કલેક્શન જાળવી રાખ્યું હતું. જ્યારે ફિલ્મ રિલીઝના શરૂઆતના સપ્તાહના અંતે ફિલ્મનું વિશ્વવ્યાપી કલેક્શન ત્રણ દિવસમાં રૂ.100 કરોડનો આંકડો પાર કર્યો હતો. 

આ પણ વાંચો: યુદ્ધની મજાક ઉડાવવા મામલે સેલેબ્સ સામસામે! બોમન ઈરાની પર ભડકી ઈરાનની અભિનેત્રી, જાણો શું છે વિવાદ

પહેલા અઠવાડિયામાં સૌથી વધુ વિદેશી કલેક્શન

'ધુરંધર 2' પહેલા અઠવાડિયામાં વિદેશી કલેક્શનમાં સૌધી વધુ રૂ.200 કરોડનું કલેક્શન કર્યું હતું. જોકે, ભૂતકાળમાં કેટલીક ફિલ્મોએ આ સિદ્ધિ હાંસલ કરી છે. પરંતુ 'ધુરંધર 2' એ વિદેશી બજારમાં બધા રેકોર્ડ તોડી નાખ્યા છે અને એક અઠવાડિયાના વિદેશી કલેક્શને આશ્ચર્યજનક રૂ.250 કરોડ સુધી પહોંચી ગયું છે.

કેરળમાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની 'ધુરંધર 2'

'ધુરંધર 2'એ ઘણાં રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જેમાં સાઉથમાં પણ 'ધુરંધર 2'એ ધૂમ મચાવી છે. આમ, 'ધુરંધર 2'એ રૂ.14 કરોડના કલેક્શન સાથે કેરળમાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મનો ખિતાબ મેળવ્યો છે. અગાઉ આ રેકોર્ડ શાહરૂખ ખાનની 'જવાન'ના નામે હતો. જેમાં જેણે 'જવાન' ફિલ્મે કેરળમાં આશરે રૂ.13 કરોડની કમાણી કરી હતી.

રૂ.1000 કરોડની કમાણી કરનારી ટોચની 10 ફિલ્મોમાં સ્થાને

'ધુરંધર 2' ફિલ્મે રૂ.1000થી વધુનું કલેક્શન કરતાં બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ટોપ 10 ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આમ, 'ધુરંધર 2' 1000 કરોડ રૂપિયાના કલેક્શનનો આંકડો પાર કરનારી 10મી ફિલ્મ બની છે. જો કે, હવે 'ધુરંધર 2'એ કમાણીની દ્રષ્ટિએ 'કલ્કી', 'પઠાણ', 'જવાન' અને 'કે.જી.એફ: ચેપ્ટર 2'ને પાછળ છોડી ચૂકી છે અને ટોચની 5 ફિલ્મોમાં સ્થાન મેળવવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: LIVE શૉ દરમિયાન મિસ થાઈલેન્ડ કન્ટેસ્ટન્ટના નકલી દાંત પડ્યા, VIDEO થયો વાઈરલ

રિપોર્ટ મુજબ, ફિલ્મનું પહેલા 10 દિવસમાં કુલ કલેક્શન રૂ.1,255 કરોડ સુધી પહોંચી ગયું છે. આજે(29 માર્ચ) સેકનિલ્કના અહેવાલો અનુસાર, રિલીઝના 10મા દિવસે ફિલ્મે રૂ.62.85 કરોડનું કલેક્શન કર્યું છે. રણવીર સિંહ ઉપરાંત, રાકેશ બેદી, આર. માધવન અને સંજય દત્તની એક્ટિંગની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે.