Get The App

શું રણવીર સિંહનું કરિયર જોખમમાં? જાણો FWICE ના પ્રતિબંધ બાદ એક્ટર પાસે શું છે વિકલ્પો

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
શું રણવીર સિંહનું કરિયર જોખમમાં? જાણો FWICE ના પ્રતિબંધ બાદ એક્ટર પાસે શું છે વિકલ્પો 1 - image

Ranveer Singh Banned FWICE: બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ અને ફિલ્મમેકર ફરહાન અખ્તર વચ્ચે 'ડોન 3' ફિલ્મ અંગે ચાલી રહેલી તકરાર હવે એક નવા સ્તરે પહોંચી ગઈ છે. ફરહાન અખ્તર પોતાની ફરિયાદ લઈને સિને જગતની મોટી સંસ્થા FWICE પાસે પહોંચ્યા હતા. જે બાદ આ ઓર્ગેનાઈઝેશને રણવીર સિંહ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ ઇન્ડસ્ટ્રીના તમામ પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ અને સિને વર્કર્સને રણવીર સાથે કામ ન કરવાનો આદેશ આપ્યો છે. આ આકરા નિર્ણય બાદ સિને જગતમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું રણવીર સિંહનું કરિયર જોખમમાં છે? આ વિવાદ પાછળનું સત્ય અને રણવીરના ભવિષ્ય અંગેના તમામ સવાલોના જવાબો...

આ પણ વાંચો : રણવીર સિંહ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રતિબંધ: ડોન-3 વિવાદમાં ફરહાન અખ્તરની ફરિયાદ બાદ FWICEની જાહેરાત

શું રણવીર સિંહ પર લાગેલો આ પ્રતિબંધ કાયદેસર છે?

ના. ટેકનિકલી અને કાયદાકીય રીતે આ પ્રતિબંધ બિલકુલ કાયદેસર નથી. આ જ કારણે FWICE એ ઇન્ડસ્ટ્રીના લોકોને રણવીર સાથે કામ ન કરવાની માત્ર સૂચના કે નિર્દેશ આપ્યા છે, કોઈ કાયદાકીય આદેશ નહીં. પોતે રણવીર સિંહે પણ આ મામલે સંસ્થાને એક મેઈલ કર્યો હતો, જેમાં તેણે સ્પષ્ટ કર્યું હતું કે, આ વિવાદમાં દખલ દેવા માટે FWICE કોઈ સત્તાવાર  ઓથોરિટી નથી, તેથી તેમણે આનાથી દૂર રહેવું જોઈએ.

તો શું આ નિર્ણયથી રણવીર સિંહને કોઈ નુકસાન નહીં થાય?

નુકસાન ચોક્કસ થશે. ભલે કાયદાકીય રીતે FWICE કંઈ ન બગાડી શકે, પરંતુ આ નિર્ણય એક પ્રકારનો બૉયકોટ છે. FWICE એ દેશભરના સિને વર્કર્સનું સૌથી મોટું યુનિયન છે, જેની અંતર્ગત અન્ય 38 યુનિટ કામ કરે છે. દેશભરના હજારો ટેકનિશિયનો અને ક્રૂ મેમ્બર્સ આમાં રજિસ્ટર્ડ છે. જો કોઈ પ્રોડ્યુસર કે ડિરેક્ટર રણવીર સાથે ફિલ્મ બનાવે તો સંસ્થા લીગલી કશું ન કરી શકે, પરંતુ આ નિર્ણયની વિરુદ્ધ જનારા લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઇન્ડસ્ટ્રીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, ખાસ કરીને એવા લોકોને જેઓ પોતે ફરહાન અખ્તરની જેમ FWICE ના મેમ્બર છે.

આ પણ વાંચો : 2.3 કરોડની વસતી ધરાવતા તાઇવાને શેરબજારમાં ભારતને કેવી રીતે પછાડ્યું? જાણો અસલી કારણ

આ મામલે હવે રણવીર સિંહ પાસે શું ઓપ્શન છે?

'ડોન 3' નો આખો વિવાદ કોન્ટ્રેક્ટ તોડવા (બ્રીચ ઓફ કોન્ટ્રેક્ટ)નો છે, જે ટેકનિકલ રીતે સિવિલ કોર્ટના દાયરામાં આવે છે. પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા (PGI) એ પણ ફરહાન અખ્તરને કોર્ટમાં જવાની સલાહ આપી હતી. FWICE હાલ એક પ્રેશર ગ્રુપ તરીકે કામ કરી રહ્યું છે અને તેમણે સમજૂતીનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. તેમનું કહેવું છે કે જો રણવીર સિંહ સામેથી આવીને તેમને મળે, તો આ મામલે આગળ સુનાવણી થઈ શકે છે.

હાલ રણવીર પાસે બે જ રસ્તા.

પ્રથમ: તે FWICE ની વાત માનીને સમજૂતી કરી લે.

બીજો: તે આ પ્રતિબંધ વિરુદ્ધ કોર્ટના દરવાજા ખખડાવે.

રણવીર કાયદાકીય લડત આપશે?

જે રીતે આ વિવાદ આગળ વધ્યો છે તે જોતાં સંભાવના છે કે રણવીર સિંહ કાયદાકીય (લીગલ) રસ્તો અપનાવીને આ નિર્ણયને કોર્ટમાં ચેલેન્જ કરી શકે છે. ટૂંકા ગાળા (Short Term) માટે રણવીરની ફિલ્મોના શૂટિંગ કે કામકાજ પર આની અસર ચોક્કસ વર્તાશે, પરંતુ આ સંસ્થાના નિર્ણયો કાયમી હોતા નથી, તેથી વહેલા-મોડા કોઈ મધ્યમ માર્ગ નીકળે તેવી પૂરી શક્યતા છે.