Ahmedabad

અમદાવાદ: એસ.પી. રિંગ રોડ પર કેફેમાં ચાલતા હુક્કાબાર પર સાબરમતી પોલીસના દરોડા, સંચાલકની અટકાયત

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદના SP રિંગ રોડ પર 'VinViks' કેફેમાં ચાલતા ગેરકાયદે હુક્કાબાર પર સાબરમતી પોલીસે દરોડો પાડ્યો હતો. હર્બલના નામે નિકોટીનયુક્ત ફ્લેવર પીરસાતા હતા. પોલીસે સંચાલક વિનીત રાઠોડ અને ગ્રાહકોની અટકાયત કરી 37,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: એસ.પી. રિંગ રોડ પર કેફેમાં ચાલતા હુક્કાબાર પર સાબરમતી પોલીસના દરોડા, સંચાલકની અટકાયત

Ahmedabad Hookah Bar Raid: અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર કેફેની આડમાં ધમધમતા ગેરકાયદે હુક્કાબાર પર સાબરમતી પોલીસે દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે. હર્બલ ફ્લેવરના નામે નિકોટીન યુક્ત ફ્લેવરનો ઉપયોગ કરીને ગ્રાહકોને હુક્કો પીરસવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી હુક્કાબારના સંચાલક વિનીત રાઠોડ અને હુક્કાની મજા માણી રહેલા ગ્રાહકોની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નાઇટ પેટ્રોલીંગ દરમિયાન મળ્યા હતા સુરાગ

સાબરમતી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રિના સમયે પેટ્રોલીંગમાં હતો, આ દરમિયાન એસ.પી. રિંગ રોડ પર આવેલા 'VinViks' (વિનવિક્સ) કેફેમાં ગેરકાયદે હુક્કાબાર ચાલી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં જ સંચાલક વિનીત રાઠોડ ગ્રાહકોને હુક્કાની સર્વિસ આપતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

પોલીસે કેફેમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતો સામાન જપ્ત કર્યો હતો, જેમાં, 2 હુક્કા, 9 ફ્લેવર્ડ તમાકુના ડબ્બા, સિલ્વર ફોઈલ પેપર, ચિલમ, કોલસા અને નળીઓ મળીને કુલ 37,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે સાબરમતી પોલીસે ગુનો નોંધીને કેફે સંચાલક અને ગ્રાહકો સામે કાયદેસરના પગલાં ભર્યા છે.