- પેડ્ડીની પ્રમોશન ઈવેન્ટ વખતે ધમાલ
- સુરક્ષા રક્ષકોએ ચાહકને ધકેલતાં ધમાચકડી થઈ, જાહ્નવી ભારે ગભરાઈ ગઈ
મુંબઇ : રામ ચરણની 'પેડ્ડી' ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટમાં સુરક્ષાકર્મીઓની નજર ચુકવીને એક પ્રશંસક અભિનેતાને મળવા દોડી આવ્યો હતો. ભારે રઘવાયો બનેલો આ ચાહક જાહ્નવી કપૂર પર પડતાં પડતાં રહી ગયો હતો. તરત જ સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો હતો અને તેને દૂર લઇ ગયા હતા. જાહ્નવી આ ધમાલને કારણે ભારે ગભરાઈ ગઈ હતી.
ઈવેન્ટમાં પહેલી હરોળમાં બેઠેલા જાહ્નવી અને રામચરણ સહિતના કલાકારોની છેક નજીક આ ચાહક પહોંચી ગયો હતો.
તેના કારણે જાહ્નવીને ઈજા થાય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. તેના કારણે જાહ્નવી ભારે ભયભીત થઈ ગઈ હતી.
તેનાં આ એક્સપ્રેશન્સનો વિડીયો બહુ વાયરલ થયો છે.
બાદમાં જોકે રામચરણે તેના સુરક્ષારક્ષકોને સૂચના આપી આ ચાહકને પોતાની પાસે બોલાવ્યો હતો અને બહુ પ્રેમથી તેને મળ્યો હતો. તે વખતે આ ચાહક ભારે રડી પડયો હતો.


