Get The App

મારા વગર સલમાન-અક્ષય પણ નથી ચાલી શકતા', કોમેડિયન એક્ટર રાજપાલ યાદવનું નિવેદન વાઈરલ

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
મારા વગર સલમાન-અક્ષય પણ નથી ચાલી શકતા', કોમેડિયન એક્ટર રાજપાલ યાદવનું નિવેદન વાઈરલ 1 - image

Image Source: Twitter

Rajpal Yadav On Salman Khan And Akshay Kumar: અભિનેતા રાજપાલ યાદવ ચેક-બાઉન્સ કેસમાં ફેબ્રુઆરીમાં તિહાર જેલમાં સરેન્ડર કર્યા બાદ હાલમાં જામીન પર છે. સરેન્ડર કરતા તેમણે કહ્યું હતું કે મારી પાસે ચૂકવવા માટે પૈસા નથી, ત્યારબાદ અભિનેતાની આર્થિક સ્થિતિ અંગે વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જોકે, જામીન મળ્યા બાદ તેણે સ્પષ્ટતા કરી હતી કે, પોતાના લગભગ ત્રણ દાયકાના લાંબા કરિયરમાં હું ક્યારેય કામ વગર નથી રહ્યો. હવે તાજેતરમાં જ ફરાહ ખાનના યુટ્યુબ વ્લોગ પર વાતચીત દરમિયાન આ અંગે ફરીથી વાત કરી.

વાતચીત દરમિયાન ફરાહે રાજપાલ યાદવને પૂછ્યું કે, શું તમારી પાસે હજુ પણ કામ છે? જેના જવાબમાં રાજપાલે તરત જ જવાબ આપ્યો કે, મેં તમારી સાથે 1999માં કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે ફરાહે પૂછ્યું કે શું તે તારી પહેલી ફિલ્મ હતી, ત્યારે તેણે કહ્યું કે, ના મારી પહેલી ફિલ્મ 'શૂલ' હતી, ત્યારબાદ હું 'મસ્ત'માં ગયો, જે રામ ગોપાલ વર્માની ફિલ્મ હતી. આના પર ફરાહે પૂછ્યું તો તું 'રામુ'ની શોધમાં છો? રાજપાલે સહમતિ વ્યક્ત કરતા કહ્યું કે, બિલકુલ અને ફરાહે ઉમેર્યું કે રામુએ એક હીરાની શોધ કરી છે.

હું ક્યારેય બેરોજગાર નથી રહ્યો

રાજપાલ યાદવે આગળ જણાવ્યું કે, કે રામ ગોપાલ વર્માએ મને 'જંગલ' ફિલ્મ આપી. તે જ વર્ષે ઋતિક રોશનને 'કહો ના પ્યાર હૈ' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો, રાકેશ રોશને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો અને મને 'જંગલ' માટે બેસ્ટ વિલનનો સ્ક્રીન એવોર્ડ મળ્યો. વર્ષ 2000 સુધીમાં જ ઈન્ડસ્ટ્રીએ મને એટલો પ્રેમ આપ્યો અને ઓળખ મળી ગઈ કે હું અત્યાર સુધીમાં લગભગ 200 ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છું અને ક્યારેય બેરોજગાર નથી રહ્યો.

આના પર ફરાહ ખાને ટિપ્પણી કરી કે તેં તો માત્ર પ્રિયદર્શન સાથે જ 100 ફિલ્મો તો કરી લીધી હશે. રાજપાલે હસીને જવાબ આપ્યો કે મેં રામ ગોપાલ વર્મા, પ્રિયદર્શન અને ડેવિડ ધવન સાથે લગભગ 50-50 ફિલ્મો કરી છે.

મારા વગર સલમાન-અક્ષય પણ નથી ચાલી શકતા

વાતચીત દરમિયાન ફરાહ ખાને મજાકમાં કહ્યું કે, 'અહીં સુધી કે સલમાન ખાન પણ તારા વગર નહીં ચાલી શકે.' તેના પર રાજપાલ યાદવે હસતા-હસતા કહ્યું કે, 'હાં, સલમાન ભાઈ અને અક્ષય કુમાર બંને મારા વગર ન ચાલી શકે. મેં શાહરૂખ ખાન સાથે પણ કમ સે કમ 4 ફિલ્મોમાં કામ કર્યું છે.'

અંતમાં ફરાહ ખાને મજાકમાં કહ્યું કે, 'મેં ક્યારેય રાજપાલને મારી ફિલ્મોમાં કાસ્ટ નથી કર્યો.' તેના પર રાજપાલે હસીને જવાબ આપ્યો કે, 'સાચું કહું તો, તમે મને ક્યારેય તક જ નહીં આપી. મને કહો 'મૈં હૂં ના'માં કોણ કામ કરવા ન માગે?' ફરાહે જવાબ આપ્યો કે તે ફિલ્મમાં તેને કયો રોલ ઓફર કરવામાં આવ્યો હોત, પરંતુ રાજપાલે વાત આગળ વધારતા કહ્યું કે, 'ઓમ શાંતિ ઓમમાં કામ કરવા માટે કોણ ઉત્સુક ન હતું?' જેના પર બંને હસી પડે છે.