જાણીતા પંડવાની ગાયિકા પદ્મ વિભૂષણ તીજન બાઈનું નિધન, રાયપુર AIIMS માં લીધા અંતિમ શ્વાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Teejan Bai Passes Away: ભારતીય લોક કલાની દુનિયામાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. દેશના પ્રખ્યાત પંડવાની ગાયિકા અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા તીજન બાઈનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. રાયપુર સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(AIIMS)ના PROએ તેમના નિધનની પુષ્ટિ કરી છે.
જાણીતા પંડવાની ગાયિકા પદ્મ વિભૂષણ તીજન બાઈનું નિધન
અહેવાલો અનુસાર, તીજન બાઈની તબિયત વધુ ખરાબ હોવાથી તેઓ છેલ્લા કેટલાક દિવસોથી AIIMS રાયપુરમાં દાખલ હતા. આજે(5 જુલાઈ) સવારે 3:15 વાગ્યે અચાનક તીજન બાઈની તબિયત બગડી હતી. તીજન બાઈના નિધનના સમાચારથી છત્તીસગઢ અને સમગ્ર દેશમાં સાંસ્કૃતિક અને કલાત્મક સમુદાયોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
રીતિ રિવાજોને પડકારી નક્કી કરી વૈશ્વિક મંચની સફર
1956માં છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ગનિયારી ગામમાં જન્મેલા તીજન બાઈનું જીવન સંઘર્ષ અને દ્રઢ સંકલ્પ એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે માત્ર 'પંડવાની' (મહાભારતની પારંપરિક કથાને વર્ણન કરવાની ગાયન શૈલી)ને લોક કલા તરીકે દર્શાવવાની સાથે એક નવી દિશા આપી. આમ, તીજન બાઈએ રીતિ રિવાજોને પડકારી વૈશ્વિક મંચની સફર નક્કી કરી હતી.









