નોલાનની ફિલ્મ ઓડિસ્સીને પ્રથમ દિવસે રૂ. 20.76 કરોડની કમાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇ: ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઓડિસ્સીએ ભારતમાં પહેલાં દિવસે કુલ ૨૦.૭૬ કરોડ રૂપિયાની કમાણી કરી ભારતમાં પહેલાં દિવસે સૌથી વધારે કમાણી કરનારી હોલિવુડની ટોચની ચાર ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. પ્રથમ દિવસે ફિલ્મના ૮૪૧૩ શો યોજાયા હતા. ભારતમાં ઓડિસ્સીને ઇંગ્લીશ, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રજૂ કરવામાં આવી છે.
સૌથી વધારે ઇંગ્લીશના ૨૧૧૩ શોમાંથી ૧૩.૭૫ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. તેની સામે હિન્દીમાં ૧૪૬૮ શોમાંથી માત્ર ૧.૯૦ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. જ્યારે તમિલ અને તેલુગુ વર્ઝનમાંથી અનુક્રમે ૧.૧૦ કરોડ અને ૬૫ લાખ રૂપિયાની કમાણી થઇ હતી. સૌથી વધારે દર્શકો આઇમેક્સ ટુડી માં દર્શાવાતા ઇંગ્લીશ વર્ઝનને મળ્યા હતા.
ઓડિસ્સીના એડવાન્સ બુકિંગમાં ૩,૯૬,૦૦૦ ટિકિટો બુક થઇ હતી. ભારતમાં ઓડિસ્સી કરતાં વધારે એડવાન્સ બુકિંગ કરનારી ત્રણ ફિલ્મોમાં ડેડપુલ એન્ડ વોલ્વરિન, અવતારઃ ફાયર એન્ડ એશ અને કોન્જુરિંગનો સમાવેશ થાય છે. પાંચમા સ્થાને રહેલી મિશન ઇમ્પોસિબલના એડવાન્સ બુકિંગમાં ૨,૪૮,૦૦૦ ટિકિટો બુક થઇ હતી. આમ, ઓડિસ્સીએ એડવાન્સ બુકિંગના મામલે મિશન ઇમ્પોસિબલને બીટ કરી છે. હોમરના ગ્રીક મહાકાવ્ય ઓડિસ્સીમાં યુદ્ધ કેવી રીતે લડનારાને ખુવાર કરી નાંખે છે તેનું દારૂણ ચિત્રણ કરવામાં આવ્યું હતું. જેના પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે.









