ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં OTT પર રિલીઝ થશે જોરદાર ફિલ્મો અને સીરિઝ, જુઓ લિસ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image : IMDb |
New OTT Releases February Last Week 2026: સિનેમાઘરોમાં 'ઓ રોમિયો'થી લઈને 'અસ્સી'ની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન કેટલીક નવી ફિલ્મ પણ રિલીઝ થશે. જેમાં કેટલીક ફિલ્મ્સ થિયેટર્સમાં અને અમુક સીરિઝ-ફિલ્મ OTT પર રિલીઝ કરાશે. આમ, ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં OTT પર કેટલીક જોરદાર ફિલ્મો અને સીરિઝ રિલીઝ થશે. ચાલો જાણીએ કઈ-કઈ ફિલ્મ-સીરિઝ રિલીઝ થશે.
'ઈક્કીસ'
સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ, 'ઈક્કીસ' થિયેટરમાં રિલીઝ થયા પછી હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાએ આ ફિલ્મથી મોટા પડદા પર ડેબ્યૂ કર્યું હતું. શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત 'ઈક્કીસ' આ વર્ષે 1 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ બાયોગ્રાફિકલ વૉર ડ્રામા ફિલ્મ છે, જે સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ પર આધારિત છે. આ ફિલ્માં અગસ્ત્ય નંદાએ લીડ રોલ કર્યો છે. આ ફિલ્મ 26 ફેબ્રુઆરીથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.
'એક કુડી'
'એક કુડી' ફિલ્મમાં શહનાઝ ગિલે ડબલ રોલ કર્યા છે. આ ફિલ્મ 31 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. જેમાં દર્શકોએ ફિલ્મને સારો રિસ્પોન્સ આપ્યો હતો. આ ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ ચૌપાલ પર 26 ફેબ્રુઆરીએ સ્ટ્રીમ કરાશે. આ ફિલ્મમાં લગ્ન અને સંબંધને એક મહિલાના દ્રષ્ટિકોણ બતાવવાની કોશિશ કરવામાં આવી છે.
'ધ બ્લફ'
પ્રિયંકા ચોપડાની હૉલિવૂડ ફિલ્મ 'ધ બ્લફ' ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં OTT લિસ્ટમાંથી એક છે. આ ફિલ્મ આગામી 25 ફેબ્રુઆરીથી પ્રાઈવ વીડિયો પર જોવા મળશે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મનું દિગ્દર્શન ફ્રેન્ક ઈ. ફ્લૉવરે કર્યું છે.
'એક્યુઝ્ડ'
કોંકણા સેન શર્મા અને પ્રતિભા રાંટા અભિનીત ફિલ્મ 'એક્યુઝ્ડ' પણ આ અઠવાડિયાની ઓટીટી OTT લિસ્ટમાં સામેલ છે. અનુભૂતિ કશ્યપ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 27 ફેબ્રુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. 'એક્યુઝ્ડ' પોલેન્ડમાં સેટ એક સસ્પેન્સ ડ્રામા ફિલ્મ છે.
'ક્રાંતિજ્યોતિ વિદ્યાલય મરાઠી માધ્યમ'
મરાઠી ફિલ્મ 'ક્રાંતિજ્યોતિ વિદ્યાલય મરાઠી માધ્યમ'એ થિયેટરોમાં શાનદાર પ્રદર્શન કર્યું. હવે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર આવી રહી છે. હેમંત ધોમે દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2026થી ZEE5 પર જોવા મળશે. ફિલ્મની વાર્તા અંગ્રેજી મિડિયમ સ્કૂલોના કારણે મરાઠી સ્કૂલોમાં ઘટતા પ્રવેશના મુદ્દાને બતાવવામાં આવે છે. ફિલ્મમાં સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંસ્થાને બચાવવા માટે એકસાથે આવતા બતાવવામાં આવે છે. ફિલ્મમાં સચિન ખેડેકર, અમેય વાઘ, સિદ્ધાર્થ ચંદેકર, પ્રાજક્તા કોલી, ક્ષિતિ જોગ, કાદંબરી કદમ અને હરીશ દુધાડે મહત્ત્વનો રોલ કર્યો છે.
આ ઉપરાંત, ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં રોમેન્ટિક થ્રિલર સીરિઝ 'સાયકો સૈયાં' પણ રિલીઝ થશે. તેજસ્વી પ્રકાશ, રવિ કિશન અને અનુદ સિંહ ઢાકા અભિનીત આ સીરિઝ 24 ફેબ્રુઆરીથી પ્રાઇમ વીડિયો પર જોવા મળશે. પેરેડાઇઝ સિઝન 2ને 23 ફેબ્રુઆરી, 2026થી જિયો હોટસ્ટાર પર જોવા મળશે.









