Entertainment

સામંથા સાથે બેવફાઈ કરી હોવાની પોસ્ટ સામે નાગા ચૈતન્ય કોર્ટમાં

By GS Team
31 May 20261 min read
સામંથા સાથે બેવફાઈ કરી હોવાની પોસ્ટ સામે નાગા ચૈતન્ય કોર્ટમાં

- અંગત જિંદગી વિશે સોશિયલ મીડિયા પર બેફામ લખાણ

- દિલ્હી હાઈકોર્ટે વ્યક્તિગત બદનામી કરતાં ઓનલાઈન કન્ટેન્સ સામે વચગાળાની રાહત આપી

મુંબઈ: સાઉથના સ્ટાર નાગા ચૈતન્યએ તેની ભૂતપૂર્વ પત્ની સામંથી રુથ પ્રભુ સાથે બેવફાઈ કરી હતી અને તેની કેરિયરને પણ નુકસાન પહોંચાડયું હતું એવી પોસ્ટસ વાયરલ કરવામાં આવતાં નાગા  ચૈતન્યએ આ ઓનલાઈન કન્ટેન્ટ ડામવા માટે દિલ્હી હાઈકોર્ટમાં ધા નાખી હતી. હાઈકોર્ટે તેને વચગાળાની રાહત આપી છે. 

નાગા ચૈતન્યએ પોતાના પર્સનાલિટી રાઈટ્સનાં રક્ષણ, તેનાં નામ તથા તસવીરોનો મંજૂરી વિના ધંધાદારી ઉપયોગ તથા વ્યક્તિગત  બદનામી કરતી એઆઈ જનરેટેડ પોસ્ટ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 

જસ્ટીસ જ્યોતિ સિંઘ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન નાગા  ચૈતન્યના વકીલે જણાવ્યું હતું કે તેની અંગત જિંદગી  વિશે તદ્દન ખોટી તથા બદનક્ષી કરતી કેટલીય પોસ્ટસ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે નાગા ચૈતન્ય અને સામંથા રુથ પ્રભુ  ચાર વર્ષનાં લગ્ન જીવન બાદ ૨૦૨૧માં છૂટાં પડી ગયાં હતાં. તે પછી નાગા ચૈતન્યએ ૨૦૨૪માં શોભિતા ધુલિપાલા સાથે લગ્ન કરી લીધાં છે.