Entertainment

10 મિનિટ સુધી મારા ધબકારા બંધ થઈ ગયા હતા, શ્રેયસ તલપડેએ યાદ કર્યો 3 વર્ષ કાર્ડિયક અરેસ્ટનો અનુભવ

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડેએ તાજેતરમાં જણાવ્યું કે, ડિસેમ્બર 2023માં 'વેલકમ ટુ ધ જંગલ'ના શૂટિંગ દરમિયાન તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. 10 મિનિટ માટે તેમનું હૃદય બંધ થઈ ગયું હતું. ડોકટરોએ CPR અને ઇલેક્ટ્રિક શોક આપી તેમને ફરી જીવિત કર્યા. આ ઘટના તેમની કારમાં બની હતી, જ્યારે પત્ની તેમને હોસ્પિટલ લઈ જઈ રહી હતી. આ અનુભવ પછી શ્રેયસે જીવનમાં મોટા બદલાવ કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

10 મિનિટ સુધી મારા ધબકારા બંધ થઈ ગયા હતા, શ્રેયસ તલપડેએ યાદ કર્યો 3 વર્ષ કાર્ડિયક અરેસ્ટનો અનુભવ

Shreyas Talpade Cardiac Arrest: બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડેએ તાજેતરમાં એ સમયને યાદ કર્યો, જ્યારે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. એક્ટરે જણાવ્યું કે, તેઓ 10 મિનિટ માટે મરી ચૂક્યા હતા, પરંતુ ડોક્ટર્સે તેમને ફરી જીવતા કર્યા. આ ઘટના પછી તેમની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તેમને લોકોનો ઘણો પ્રેમ પણ મળ્યો છે. તાજેતરમાં તેઓ 'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મમાં જોવા મળ્યા હતા, જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ. શ્રેયસનું કામ પણ ફિલ્મમાં બધાને ખૂબ ગમ્યું છે.

શ્રેયસે લડી જિંદગી અને મોતની લડાઈ

આ ફિલ્મ શૂટિંગ દરમિયાન શ્રેયસ તલપડે સાથે એક મોટી દુર્ઘટના ઘટી ગઈ હતી. ડિસેમ્બર 2023માં તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે, શૂટિંગ દરમિયાન તેમની તબિયત થોડી બગડવા લાગી હતી. તેમની પત્ની તેમને હોસ્પિટલ લઈ જઈ રહી હતી, ત્યારે જ એક્ટર બેહોશ થઈ ગયા. ત્યારબાદ તેમને હોશમાં લાવવામાં આવ્યા અને તેમની સર્જરી કરવામાં આવી. તાજેતરમાં શ્રેયસ તલપડે આ આખી ઘટનાને ફરી એકવાર યાદ કરી છે. એક યુ ટ્યુબ ચેનલ પર એક્ટરે જણાવ્યું કે, 'આ તેમની બીજી જિંદગી છે, જે તેમને મળી છે. આ અકસ્માત પછી, તેમણે પોતાની લાઈફમાં ઘણા મોટા બદલાવ કર્યા છે. શ્રેયસ તલપડેએ કહ્યું કે 'તે સમય મારા અને મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ અને ચોંકાવનારો હતો.'

'હું 10 મિનિટ માટે ટેકનિકલી મરી ચૂક્યો હતો'

શ્રેયસે આગળ જણાવ્યું કે 'આ ઘટના પછી અમારી જિંદગી ઘણી બદલાઈ ગઈ, પહેલા હું માત્ર કામને મહત્વ આપતો હતો. મારા માટે મારું કામ ખૂબ જ મહત્વનું હતું, હું કહેતો રહેતો હતો કે, મારે કામ કરવું છે, પણ પોતાના પરિવારને પણ ક્વોલિટી ટાઈમ આપવો છે. પરંતુ તે એક પળમાં બધું જ બદલાઈ ગયું, તે 10 મિનિટમાં જ્યારે હું ટેકનિકલી મરી ચૂક્યો હતો. મારા દિલના ધબકારા 10 મિનિટ માટે રોકાઈ ગયા હતા. અને ત્યારબાદ જીવિત કરવા પડ્યા. જે તમે ફિલ્મોમાં જુઓ છો, તેમણે મને CPR આપ્યો, અને પછી ઈલેક્ટ્રિક શોક આપીને મારા દિલના ધબકારા પાછા લાવવામાં આવ્યા હતા.'

શ્રેયસ તલપડેનું કહેવું છે કે, 'મને કાર્ડિયાક અરેસ્ટ મારી ગાડીમાં આવ્યો હતો, મારી પત્નીએ તે દરમિયાન મને સંભાળ્યો અને હોસ્પિટલ લઈને પહોંચ્યા. જ્યારે મને અરેસ્ટ આવ્યો, ત્યારે હું હોસ્પિટલની નજીક જ હતો. ત્યાં મારું તુરંત જ ઓપરેશન કરવામાં આવ્યું.' શ્રેયસ તલપડેએ કહ્યું કે, 'તે એક પળે મને એ અહેસાસ કરાવ્યો કે, કામ જ જિંદગીમાં બધું નથી, પરિવારને સમય આપવો પણ જરૂરી છે'.