કહાની-થ્રીમાં વિદ્યા બાલનની જગ્યાએ યામી ગૌતમ ગોઠવાઈ ગઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ: 'કહાની' ફિલ્મ વિદ્યા બાલનની કેરિયરમાં માઈલસ્ટોન ગણાય છે. જોકે, હવે તેણે આ ફ્રેન્ચાઈસીગુમાવી છે. 'કહાની થ્રી'માં તેની જગ્યાએ યામી ગૌતમ ગોટવાઈ ગઈ છે.
ચર્ચા મુજબ યામી 'કહાની ૩'માં મુખ્ય ભૂમિકા નિભાવશે જ્યારે સુજોય ઘોષ દિગ્દર્શક તરીકે વાપસી કરશે. વિદ્યા બાલન અભિનિત અગાઉની ફિલ્મોથી વિપરીત ત્રીજા સંસ્કરણમાં સંપૂર્ણ રીતે નવી વાર્તા હશે. પ્રોજેક્ટ હાલ તો પ્રી-પ્રોડક્શન તબક્કામાં છે અને સર્જકો શૂટિંગના સમયપત્રક નક્કી કરી રહ્યા છે.
ચર્ચા મુજબ ફિલ્મ અગાઉના સંસ્કરણોને લોકપ્રિય બનાવનાર રહસ્મય વાતાવરણ જાળવી રાખીને ફ્રેન્ચાઈસીને વિસ્તારવામાં આવશે. યામીનાં પાત્રમાં નવા ટ્વિસ્ટ હશે જે અગાઉની વાર્તા સાથે સીધુ અનુસંધાન રાખ્યા વિના દર્શકોને નવો જ અનુભવ આપશે. પ્રોડક્શન ટીમ હાલ શૂટ શરૂ કરવા અગાઉ સમયપત્રક નક્કી કરી રહી છે. યામી છેલ્લે 'ધુરંધરઃધી રિવેન્જ'માં (૨૦૨૬)માં કેમિયોમાં તેમજ કોર્ટરૂમ ડ્રામા 'હક' (૨૦૨૫)માં પણ દેખાઈ હતી.









