India

મમતા બેનર્જીને મોટો ઝટકો : TMCના 20 બળવાખોર સાંસદોની NCPI મંગળવારે NDAની બેઠકમાં થશે સામેલ

By GS Team
27 Jul 20261 min read
TukuTouch Logo
NDAની બેઠકમાં TMCમાંથી અલગ થયેલા 20 બળવાખોર લોકસભા સાંસદોના જૂથ NCPIને સત્તાવાર આમંત્રણ મળ્યું છે. આ જૂથે લોકસભા અધ્યક્ષ સમક્ષ NCPIમાં વિલય માટે પિટિશન દાખલ કરી છે. TMCની હાર બાદ મમતા બેનર્જીના નેતૃત્વ સામે બળવો કરી આ સાંસદો હાવડા ખાતે રજિસ્ટર્ડ NCPI સાથે જોડાયા હતા. આ ઘટના મમતા બેનર્જી માટે મોટું રાજકીય સંકટ ઊભું કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મમતા બેનર્જીને મોટો ઝટકો : TMCના 20 બળવાખોર સાંસદોની NCPI મંગળવારે NDAની બેઠકમાં થશે સામેલ

NDA Meeting NCPI Invite : તૃણમૂલ કોંગ્રેસ (TMC)થી અલગ થયેલા 20 બળવાખોર લોકસભા સાંસદોના જૂથ 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા' (NCPI)ને મંગળવારે યોજાનારી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠકમાં સામેલ થવાનું સત્તાવાર આમંત્રણ મળ્યું છે. બળવાખોર સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ NCPIમાં પોતાના વિલયને માન્યતા આપવા માટે પિટિશન દાખલ કરેલી છે, જેના પર ટૂંક સમયમાં નિર્ણય આવી શકે છે.

એપ્રિલ મહિનામાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં TMCની હાર બાદ મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીના નેતૃત્વ સામે પક્ષના 28 માંથી 20 લોકસભા સાંસદોએ બળવો પોકાર્યો હતો. અને આ સાંસદો હાવડા ખાતે રજિસ્ટર્ડ NCPI સાથે હાથ મિલાવ્યો હતો.

મમતા બેનર્જી માટે રાજકીય સંકટ ઘેરું બન્યું

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુના નિમંત્રણ પર બળવાખોર સાંસદ સુદીપ બંદોપાધ્યાય અને કાકોલી ઘોષ દસ્તીદાર સંસદ સત્ર પહેલા યોજાયેલી સર્વદળીય બેઠકમાં પણ હાજર રહ્યા હતા. જો લોકસભા સ્પીકર દ્વારા વિલયને માન્યતા આપવામાં આવશે, તો આ TMCનું અત્યાર સુધીનું સૌથી મોટું ભંગાણ ગણાશે, અને NCPI લોકસભામાં 5 મો સૌથી મોટો રાજકીય પક્ષ બની જશે. માત્ર સંસદમાં જ નહીં, પરંતુ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પણ TMCના 80 માંથી 64 ધારાસભ્યોએ ઋતવ્રત બેનર્જીના નેતૃત્વમાં બળવો કરીને અલગ જૂથ બનાવી લીધું છે, જેના કારણે મમતા બેનર્જી માટે રાજકીય મુશ્કેલીઓ વધી ગઈ છે.