સ્ટેન્ડ અપ કોમેડિયન સમય રૈનાને 'શક્તિમાને' કૂતરાની પૂંછડી સાથે સરખાવ્યો, લોકો ભડક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mukesh Khanna Slams Samay Raina: સ્ટેન્ડ અપ કોમેડિયન સમય રૈના અને 'શક્તિમાન' ફેમ મુકેશ ખન્ના વચ્ચેનો વિવાદ ફરી એકવાર ગરમાયો છે. સમય રૈનાએ લાંબા સમય બાદ યુટ્યુબ પર કમબેક કર્યું છે અને એક વીડિયોમાં ઈન્ડિયાઝ ગોટ લેટન્ટની કોન્ટ્રોવર્સી અને મુકેશ ખન્નાની મજાક ઉડાવી હતી. સમય રૈનાએ ભૂતકાળની ઘટનાઓને યાદ કરતા કહ્યું હતું કે શક્તિમાન જેવી વ્યક્તિઓ મને બાળકો પર કોન્ટેન્ટની અસર વિશે પૂછે છે, જ્યારે શક્તિમાન જોઈને જ બાળકો બિલ્ડિંગ પરથી કૂદતા હતા. સમયના આ કટાક્ષથી મુકેશ ખન્ના ભડક્યાં છે અને તેમણે સોશિયલ મીડિયા પર સમય રૈના વિરુદ્ધ ભારે રોષ ઠાલવ્યો છે.
સમય રૈનાને 'શક્તિમાને' કૂતરાની પૂંછડી સમાન ગણાવ્યો
મુકેશ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર આકરી ભાષામાં પોસ્ટ લખીને સમય રૈના પર નિશાન સાધ્યું છે. તેમણે સમયની સરખામણી 'કૂતરાની પૂંછડી' સાથે કરતા કહ્યું કે, તે ગમે તેટલું સમજાવવા છતાં સુધરશે નહીં. તેમણે સમય રૈનાને 'રોસ્ટેડ પ્રાણી' અને ગંદકીમાં પકાયેલો ગણાવ્યો હતો. એટલું જ નહીં, મુકેશ ખન્નાએ ગુસ્સામાં ત્યાં સુધી કહી દીધું કે સમયનું મોઢું કાળું કરીને તેને ગધેડા પર બેસાડી દેશના શહેરો અને ગલીઓમાં તેની પરેડ કરવી જોઈએ, જ્યાં બાળકો તેને ઈંડા અને ટામેટા મારે. તેમણે યુટ્યુબ વીડિયો દ્વારા પણ સમયની અભિવ્યક્તિની આઝાદી અને તેના શોમાં થયેલી એફઆઈઆર બાબતે પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો: અનિત પડ્ડા શક્તિ શાલિનીમાં ડબલ રોલમાં હશે
મુકેશ ખન્ના સોશિયલ મીડિયા પર ટ્રોલ
જોકે, મુકેશ ખન્નાનો આ ગુસ્સો તેમના પર જ ભારે પડી રહ્યો હોય તેવું દેખાય છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને જ ટ્રોલ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ લખી રહ્યા છે કે દાદાજી તમે શા માટે તમારી જૂની પ્રતિષ્ઠા(લેગસી) માટીમાં મેળવી રહ્યા છો? જ્યારે કેટલાક લોકોએ કટાક્ષ કર્યો કે શક્તિમાન જોઈને જ અમે નાનપણમાં બિલ્ડિંગ પરથી કૂદ્યા હતા અને હજી પણ લંગડાઈને ચાલીએ છીએ. લોકોનું કહેવું છે કે દેશમાં બીજા પણ ગંભીર ગુનાઓ બની રહ્યા છે ત્યારે મુકેશ ખન્નાએ માત્ર એક જોક પાછળ આટલો ગુસ્સો ન કરવો જોઈએ.









