સિંઘમની એનિવર્સરીએ અજય દેવગણ ભારે ટ્રોલ થયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અસલી હિરો તો જયકાંત શિક્રે નીકળ્યો
દિલ્હી દેખાવોમાં પ્રકાશ રાજની ભાગીદારી તથા અજયના મૌન સંદર્ભમાં ટ્રોલિંગ
મુંબઇ : અજય દેવગણે 'સિંઘમ ' ફિલ્મ રીલિઝ થયાની એનિવર્સરીએ પોસ્ટ મૂકી હતી. પરંતુ, લોકોએ તેને ભારે ટ્રોલ કર્યો હતો. લોકોએ એવી કોેમેન્ટ કરી હતી કે અસલી હિરો તો જયકાંત શિક્રે પુરવાર થયો છે, સિંઘમ નહીં. તાજેતરમાં નીટ મુદ્દે દિલ્હીમાં યોજાઈ રહેલા દેખાવોમાં પ્રકાશ રાજ ભાગ લઈ રહ્યો છે. જ્યારે અજય સહિતના મોટાભાગના કલાકારોએ મૌન સેવ્યુ ંછે. તે સંદર્ભમાં લોકોએ જાતભાતની ટિપ્પણીઓ કરી હતી. કેટલાય લોકોએ જણાવ્યું હતું કે ફિલ્મી હિરો ફક્ત સ્ક્રીન પર જ બહાદૂરી દેખાડવા માટે હોય છે. વાસ્તવમાં તેઓ સત્તાથી ડરે છે અને સ્ટેન્ડ લઈ શકતા નથી.
બીજી તરફ કેટલાય લોકોએ પ્રકાશ રાજની પ્રશંસા કરી હતી કે તેના પર ઈડીની કાર્યવાહી સહિતની સતામણી છતાં તે પોતાના વલણમાં અડગ છે.
ઉલ્લેખનીય છે કે મૂળ તમિલ ફિલ્મ પરથી બનાવાયેલી હિન્દી સિંઘમ એવી હીટ નીવડી હતી કે કે એ પછી રોહિત શેટ્ટીએ રણવીરને લઇ સિંબા, અક્ષયકુમારને લઇ સૂર્યવંશી અને ફરી બધાં હીરોને લઇ 'સિંઘમ અગેઇન'બનાવી કોપ યુનિવર્સના નામે ચિક્કાર કમાણી કરી હતી.









