અમદાવાદમાં બે બોગસ પેઢીના મ્યૂલ બેંક એકાઉન્ટ કેસમાં ત્રણની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Mule Accounts: અમદાવાદના આશ્રમ રોડ અને સીટીએમ વિસ્તારમાં ડમી કંપનીઓના નામે બેંક એકાઉન્ટ ખોલીને તેમાં ચાઇનીઝ ગેંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીના નાણાંની હેરફેર કરવાના ગુનામાં સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સ્ટેટ સાયબર ક્રાઇમને બાતમી મળી હતી કે અમદાવાદના કેટલાંક બેંક એકાઉન્ટમાંથી 2.86 કરોડની હેરફેર થઇ છે. જેમાં છેતરપિંડીના અલગ અલગ કેસ 18 જેટલા રાજ્યોમાં નોંધાયા છે. જેના આધારે પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બેંક એકાઉન્ટનું વિશ્લેષણ કરીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બે ભાગીદારોએ બે ખોટી પેઢી બનાવી હતી. જેમાં આશ્રમ રોડ પર ઓક્સફોડ એવન્યુમાં ટ્રાવેલ્સફ્લ્ક્ષ પ્રાઇવેટ લિ. અને સીટીએમ નજીક ટ્રાવોક્રેસ્ટ પ્રાઇવેટ લિ. નામની બોગસ કંપનીઓ ખોલીને તેમના નામે એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા.
આ કેસમાં પોલીસે અમદાવાદમાં રહેતા નિકુંજ પટેલ , દિક્ષીત પટેલ અને સુમિત સોનીની ધરપકડ કરી હતી. આરોપીઓ પેઢીના નામે ખોલેલા બેંક એકાઉન્ટની સાથે મોટા પ્રમાણમાં સીમ કાર્ડ પણ ખરીદ્યા હતા. આ બેંક ખાતામાં જમા થતા નાણાં લિયો પેેમેન્ટથી મેળવીને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.









