Baroda

વડોદરા: નવા યાર્ડમાં પરિવારજનોની હાજરીમાં મકાનના તાળા તૂટ્યા, ચોરો તિજોરીમાંથી દાગીના ચોરી ગયા

By GS Team
23 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રાત્રે ચોરો ત્રાટક્યા હતા. ગાંધીનગર સોસાયટીમાં રેખાબેન મકવાણાના મકાનમાં પરિવાર હાજર હોવા છતાં, ચોરોએ દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કર્યો હતો. સવારે જોતા ઘરનો સામાન વેરવિખેર હતો. ચોરો સોનાની 4 બુટ્ટી, ચાંદીના છડા, મંગળસૂત્ર સિક્કો અને રોકડા 19000 રૂપિયા મળી કુલ 1 લાખની મતા ચોરી ગયા હતા. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: નવા યાર્ડમાં પરિવારજનોની હાજરીમાં મકાનના તાળા તૂટ્યા, ચોરો તિજોરીમાંથી દાગીના ચોરી ગયા

Vadodara: વડોદરા નવાયાર્ડ વિસ્તારમાં ગઈ રાત્રે મકાન માં પરિવારજનો હાજર હોવા છતાં ચોરો ત્રાટકીને દાગીના ઉઠાવી ગયા હોવાનો બનાવ બન્યો છે.

નવા યાર્ડની ગાંધીનગર સોસાયટીમાં રહેતા રેખાબેન મકવાણાએ પોલીસને કહ્યું છે કે ગઈ રાત્રે હું મારી પુત્રી સાથે ઉપર સૂવા ગઈ ત્યારે મારો પુત્ર નીચે અભ્યાસ કરતો હતો અને મોડી રાત્રે તે પણ સુવા માટે ઉપરના માળે આવી ગયો હતો.

સવારે હું ટિફિન બનાવવા માટે નીચે ઉતરી ત્યારે મકાનના દરવાજાનો નકુચો તૂટેલો હતો અને સામાન વેર વિખેર હતો. તપાસ કરતા ચોરો મકાનમાંથી સોનાની ચાર બુટ્ટી, ચાંદીના છડા, ચાંદીનો મંગળસૂત્ર સિક્કો અને રોકડા રૂપ 19000 મળી અંદાજે 1 લાખની મતા ચોરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું.