Entertainment

મોદી હૈ તો મુમકિન ગીત દબાણ હેઠળ કર્યું હતું : રાજકુમાર રાવ

By GS Team
24 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં અભિનેતા રાજકુમાર રાવે વિદ્યાર્થી આંદોલનને ટેકો આપતી પોસ્ટ પર ચાહકના સવાલનો જવાબ આપ્યો હતો. તેણે 'મોદી હૈ તો મુમકિન હૈ' ગીત દબાણ હેઠળ કર્યું હોવાનું કબૂલી, "કેવાં દબાણો હોય છે તેની તમને ખબર નથી" તેમ જણાવ્યું. જોકે, બાદમાં રાજકુમારે આ કોમેન્ટ ડિલીટ કરી દીધી હતી, પરંતુ તેના સ્ક્રીનશોટ વાયરલ થતાં તે નવા વિવાદમાં સપડાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોદી હૈ તો મુમકિન ગીત દબાણ હેઠળ કર્યું હતું : રાજકુમાર રાવ

રાજ કુમાર રાવે કોમેન્ટ ડિલીટ મારી દીધી
અનેક યૂઝર્સે સ્ક્રીન શોટ વાયરલ કરી દેતાં રાજકુમાર રાવ નવા વિવાદમાં

મુંબઇ :રાજુકુમાર રાવ ભૂતકાળમાં પોતે 'મોદી હૈ તો મુમકિન હૈ' સોંગ દબાણમાં આવીને કર્યું હોવાનો સ્વીકાર કરતાં ભારે વિવાદ થયો છે. જોકે, બાદમાં રાજકુમારે પોતાની આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવે હાલનાં વિદ્યાર્થી આંદોલનને સપોર્ટ કરતી એક પોસ્ટ મૂકી હતી. તેના જવાબમાં એક ચાહકે તેને અગાઉ મોદી હૈ તો મુમકિન હૈ સોંગ શા માટે કર્યું હતું તેવો સવાલ પૂછયો હતો. આ ગીત પછી તારા માટે માન ઉતરી ગયું છે તેમ આ ચાહકે જણાવ્યું હતું. આ સવાલના જવાબમાં રાજકુમાર રાવે લખ્યું હતું કે કેવાં કેવાં દબાણો હોય છે તેની તમને લોકોને ક્યારેય ખબર હોતી નથી. એક ગીત હું કોણ છું કે મારી શું વિચારધારા છે તે દર્શાવી શકે નહીં. હું જે સાચું હોય છે જે આપણને માનવ તરીકે એક રાખે તેને સમર્થન આપતો હોઉં છું.
મને આશા છે કે થોડા સમયમાં હું ફરી તમારું માન મેળવવાને લાયક બનીશ.
જોકે, થોડા સમયમાં જ રાજકુમાર રાવે આ કોમેન્ટ ડિલીટ કરી દીધી હતી. પરંતુ તેના સ્ક્રીન શોટ થોડીવારમાં જ વાયરલ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ ગીતમાં રાજકુમાર રાવની સાથે અન્ય સંખ્યાબંધ ફિલ્મ કલાકારો પણ હતા.