- પ. બંગાળ બાદ હવે એમપીમાં શૂટિંગ
- એક સામાન્ય યુવતી તથા બદલાની ભાવના ધરાવતી આત્મા બંનેની ભૂમિકા કરશે
મુંબઇ : અનિત પડ્ડા 'શક્તિ શાલિની 'ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. તે એક સામાન્ય યુવતીની સાથે સાથે બદલો લેવાની ઈચ્છા ધરાવતી એક આત્માની ભૂમિકામાં પણ જોવા મળશે તેમ કહેવાય છે.
હાલ આ ફિલ્મનું શૂટિંગ પશ્ચિમ બંગાળના માઢ દ્વીપમાં એક વિશાળ સેટ પર થઇ રહ્યું છે. આ શૂટિંગ પછી ફિલ્મની ટીમ મધ્ય પ્રદેશનાં કેટલાંક લોકેશન પર શૂટિંગ કરશે.
આ ફિલ્મની વાર્તામાં કેટલીક બંગાળી લોકકથાઓનો આધાર લેવાયો હોવાનું કહેવાય છે. ફિલ્મમાં વિશાલ જેઠવા સહિતના કલાકારો કામ કરી રહ્યા છે.


