Entertainment

રણબીરની રામાયણમાં 10 હજારથી વધુ ક્રૂ મેમ્બર્સ

By GS Team
19 May 20261 min read
રણબીરની રામાયણમાં 10 હજારથી વધુ  ક્રૂ મેમ્બર્સ

- અત્યાર સુધીનો ક્રૂની સંખ્યાનો વિક્રમ હોવાનો દાવો

- પ્રોડક્શન , વિઝ્યુઅલ ઈફેક્ટસ, કોરિયોગ્રાફી સહિતની કામગીરી માટે મોટો કાફલો

મુંબઈ : રણબીર કપૂર અને સાઈ પલ્લવી સહિતના કલાકારોની ફિલ્મ 'રામાયણ' માટે આશરે ૧૦ હજારથી વધારે ક્રૂ  મેમ્બર્સ કામ કરી રહ્યા છે. બોલિવુડમાં કોઈ ફિલ્મ માટે ક્રુ મેમ્બર્સની સંખ્યાનો આ એક વિક્રમ હોવાનું કહેવાય છે. 

ફિલ્મની પ્રોડક્શન, એક્શન, કોરિયોગ્રાફી, ફોટોગ્રાફી, વિઝ્યુઅલ ઈફેક્ટસ સહિતની અનેક કામગીરી માટે ૧૦ હજારથી વધુ લોકો જુદાં જુદાં સ્તરે કામ કરી રહ્યા છે. ફિલ્મ માટે જંગી સેટ્સ ઊભા કરાયા છે. આ ઉપરાંત કેટલીક કામગીરી માટે આંતરરાષ્ટ્રીય ટેકનિશિયન્સને બોલાવાયા છે .

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ બે ભાગમાં બની રહી છે. તેનો પહેલો ભાગ આગામી દિવાળી વખતે રીલિઝ કરાશે. જ્યારે  બીજો ભાગ ૨૦૨૭માં રીલિઝ કરાવાનો છે.