World

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં ત્રણ ટેન્કરો પર ઇરાને હુમલો કર્યો

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
ખામેનેઈની અંતિમવિધિ વચ્ચે પણ ઈરાને હોર્મુઝની ખાડીમાં જહાજો પર ડ્રોન હુમલા ચાલુ રાખ્યા છે. યુકે મેરીટાઇમ એજન્સી અનુસાર, છેલ્લા 24 કલાકમાં આ ત્રીજો હુમલો છે. તહેરાન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો તેમની અવગણના કરવામાં આવશે, તો હુમલાઓ ચાલુ રહેશે. કતારના ટેન્કર 'અલ રક્યાત'ને નિશાન બનાવવામાં આવ્યું હતું, જે આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં  ત્રણ ટેન્કરો પર ઇરાને હુમલો કર્યો

ખામેનેઈની અંતિમવિધિ વચ્ચે પણ ઇરાનના હુમલા જારી

હોર્મુઝમાં ઇરાનનો ત્રીજો હુમલો: ચેતવણીઓની અવગણના કરાશે તો હુમલા જારી રાખવા ધમકી
તહેરાન : ઇરાને છેલ્લા ૨૪ કલાકમાં હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં જહાજ પર ડ્રોન વડે હુમલો કર્યો છે, એમ યુકે મેરીટાઇમ એજન્સીએ જણાવ્યું હતું. તાજેતરના સમયમાં હોર્મુઝમાંથી પસાર થતાં જહાજ પર આ ત્રીજો હુમલો છે. અગાઉ આ પ્રકારના બે હુમલા થઈ ચૂક્યા છે. અહીં તે યાદ રાખવું જરૂરી છે કે આ હુમલા એકબાજુએ ખામેનેઈની અંતિમવિધિ ચાલી રહી છે તે દરમિયાન થયા છે.
ખામેનેઈની અંતિમવિધિ નવમી જુલાઈના રોજ પૂરી થવાની છે. યુકેએમટીઓને એહેવાલ મળ્યો હતો કે ટેન્કર હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ બનાવ બન્યો હતો. આ ટેન્કર પર અજાણ્યા સ્થળેથી ડ્રોન હુમલો થયો હતો અને તેના કારણે તેને થોડું ઘણું નુકસાન થયું છે. કોઈપણ પ્રકારની જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી. જહાજ તેના આગામી બંદર તરફ જવા રવાના થઈ ચૂક્યું છે.
અગાઉના હુમલામાં ટેન્કર ઓમાનના બંદરેની નજીકથી પસાર થતું હતું ત્યારે ડ્રોન હુમલાના લીધે તેના પર આગ લાગી ગઈ હતી. એજન્સીએ જણાવ્યું હતું કે જહાજ ઓમાનના કિનારે-કિનારે ચાલતુ હોવા છતાં પણ તેના પર ડ્રોન હુમલો થયો હતો.
કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજેદ અલ અન્સારીએ જણાવ્યું હતું કે કતારના ટેન્કર અલ રક્યાતને લક્ષ્યાંક બનાવવામાં આવ્યું તે ઇન્ટરનેશનલ નેવિગેશન અને વૈશ્વિક ઉર્જા સુરક્ષા પર હુમલો છે. તેઓ આને આંતરરાષ્ટ્રીય કાયદાનો ગંભીર ભંગ માને છે. સોશિયલ મીડિયા સાઇટ્સ પર કતારે જણાવ્યું હતું કે આ હુમલા માટે ઇરાન જવાબદાર છે.
ઇરાનીયન ટેલીવિઝને પણ જણાવ્યું હતું કે વારંવાર ચેતવણીઓની અવગણના કરવાના કારણે એક એલએનજી ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે તેણે હુમલાનો કોઈ દાવો કર્યો ન હતો.