બંગાળના બુરુઈપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર, 12 વર્ષની બાળકી કર્યું હતું દુષ્કર્મ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Prabhash Mondal Killed in Police Encounter : પશ્ચિમ બંગાળના ચકચારી બરુઈપુર રેપ અને મર્ડર કેસના મુખ્ય આરોપી પ્રભાસ મંડલને બુધવારે વહેલી સવારે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. 12 વર્ષની સગીર બાળકી સાથે બર્બરતા આચરનાર આ આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવા માટે ફાયરિંગ કર્યું હતું, જેના જવાબમાં પોલીસે આત્મરક્ષાર્થે કરેલા ફાયરિંગમાં તે ઠેર થયો હતો.
ક્રાઈમ સીન રી-ક્રિએશન દરમિયાન હુમલો
પોલીસ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, મંગળવાર અને બુધવારની મધ્યરાત્રિએ અંદાજે 12:45 વાગ્યે બરુઈપુર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોતાની ટીમ સાથે આરોપી પ્રભાસ મંડલને લઈને ઘટનાસ્થળ એટલે કે સૂર્યપુર ખાતે ક્રાઈમ સીન રી-ક્રિએશન (ઘટનાનું પુનઃનિર્માણ) માટે ગયા હતા. પોલીસ હજુ તપાસની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીમાં જ હતી, ત્યારે જ શાતિર આરોપી પ્રભાસે ઓન-ડ્યુટી પોલીસકર્મીની બંદૂક પર ઝાપટ મારીને હથિયાર આંચકી લીધું હતું.
સામસામે ગોળીબાર અને આરોપીનું મોત
હથિયાર છીનવી લીધા બાદ આરોપી પ્રભાસ મંડલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ ટીમને નિશાન બનાવીને એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. અચાનક થયેલા આ હુમલા બાદ પોલીસ ટીમે આત્મરક્ષાર્થે તાત્કાલિક વળતો પ્રહાર કર્યો હતો. સામસામે થયેલા આ ગોળીબારમાં પ્રભાસ મંડલને ગોળીઓ વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થઈને ત્યાં જ ઢળી પડ્યો હતો.
અથડામણ બાદ પોલીસ કર્મીઓ તેને તાત્કાલિક સમય ગુમાવ્યા વિના બરુઈપુર હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તબીબી તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ એન્કાઉન્ટરની ઘટના બાદ પોલીસ પ્રશાસન દ્વારા આગળની જરૂરી કાયદેસરની અને વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.









