Entertainment

'પતિને કિસ કરવાની છૂટ પણ અફેર ના કરે...', ઈન્ટિમેટ સીન અંગે તારક મહેતા ફેમ અભિનેત્રીનું શોકિંગ નિવેદન

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
ટીવી અભિનેત્રી સિમ્પલ કૌલે કિસિંગ સીન્સ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ફિલ્મો કે ટીવી શોમાં આવા સીન્સ કલાકારના કામનો ભાગ છે અને તેને અંગત જીવન સાથે જોડવા ન જોઈએ. જો તેમના પતિ પણ આવા સીન કરે તો તેમને કોઈ વાંધો નથી, કારણ કે તે માત્ર તેમનું પ્રોફેશનલ કામ છે. જોકે, તેમણે વિશ્વાસઘાતને ક્યારેય સ્વીકાર્ય ન ગણાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

'પતિને કિસ કરવાની છૂટ પણ અફેર ના કરે...', ઈન્ટિમેટ સીન અંગે તારક મહેતા ફેમ અભિનેત્રીનું શોકિંગ નિવેદન

TV Actress Simple Kaul Statement Kissing Scenes: ફિલ્મો અને ટીવી શૉઝમાં કિસિંગ કે ઇન્ટિમેટ સીન્સ શૂટ કરવા હવે સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ ઘણીવાર આ પ્રકારના સીન્સ અંગત જીવનમાં વિવાદોનું કારણ બને છે. આ વિષય પર ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ સિમ્પલ કૌલે ખુલીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એક્ટ્રેસનું માનવું છે કે કલાકાર માટે આવા સીન્સ માત્ર તેના કામનો એક ભાગ હોય છે, તેથી તેને પર્સનલ લાઇફ સાથે જોડીને જોવો જોઈએ નહીં.

પતિ પણ કિસિંગ સીન કરે તો વાંધો નથી

સિમ્પલ કૌલે જણાવ્યું હતું કે, એક્ટિંગ એક પ્રોફેશન છે અને કલાકારે સ્ક્રિપ્ટ તથા વાર્તાની જરૂરિયાત મુજબ કામ કરવું પડે છે. તેણે ઉમેર્યું કે, "જો કોઈ એક્ટર કિસિંગ સીન કે કોઈ ઇન્ટિમેટ સીન કરે છે, તો તે માત્ર પોતાની ફરજ બજાવી રહ્યો હોય છે. જો મારા પતિ અથવા પાર્ટનરે પણ પ્રોફેશનલ સ્તરે આવો કોઈ સીન કરવો પડે, તો મને તેનાથી કોઈ પણ પ્રકારની પરેશાની નહીં થાય, કારણ કે તે માત્ર તેમનું કામ છે."

પરંતુ અફેર કે વિશ્વાસઘાત ક્યારેય મંજૂર નથી

જોકે, સિમ્પલ કૌલે ઓનસ્ક્રીન રોમાન્સ અને રિયલ લાઇફના સંબંધો વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, સંબંધોમાં વફાદારી સૌથી મહત્ત્વની છે. "જો કોઈ વ્યક્તિ પોતાના પાર્ટનર સિવાય બહાર જઈને સાચે જ કોઈની સાથે રિલેશનશિપ રાખે છે, તો તે તદ્દન અલગ બાબત છે. તેને હું ક્યારેય યોગ્ય નહીં માનું. છેતરપિંડી એ છેતરપિંડી જ છે, તેની બીજી કોઈ વ્યાખ્યા હોઈ શકે નહીં. જો બે લોકો એકબીજાને પ્રેમ કરતા હોય, તો તેમણે વફાદાર રહેવું જ જોઈએ."

કમિટમેન્ટ ન જોઈતું હોય તો પહેલા જ સ્પષ્ટતા કરો

એક્ટ્રેસનું સ્પષ્ટ માનવું છે કે જો કોઈ વ્યક્તિ રિલેશનશિપમાં કમિટમેન્ટ આપવા સક્ષમ ન હોય, તો તેણે શરૂઆતથી જ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દેવા જોઈએ. જો સંબંધમાં સમય જતાં કોઈ બદલાવ કે અન્ય વ્યક્તિ તરફ આકર્ષણ અનુભવાતું હોય, તો તેને છુપાવવાને બદલે પ્રામાણિકતાથી પાર્ટનર સાથે વાત કરી લેવી જોઈએ, પરંતુ વિશ્વાસઘાત આપવો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં.

સિમ્પલ કૌલના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘કુટુંબ’, ‘શરારત’, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’, ‘ઓય જૈસી’, ‘યમ હૈ હમ’ અને ‘ઝિદ્દી દિલ માને ના’ જેવા ઘણા લોકપ્રિય ટીવી શૉઝનો હિસ્સો રહી ચૂકી છે.