- ખુશીની કેરિયર આગળ વધારવા પિતાનો પ્રયાસ
- ફિલ્મમાં જિષ્ણુ સેનગુપ્તા અને કરિશ્મા તન્ના સહિતના કલાકારો
મુંબઇ : ખુશી કપૂર બોલિવુડમાં અત્યાર સુધી ખાસ કોઈ નોંધપાત્ર ભૂમિકા મેળવી શકી નથી. તેની કારકિર્દી શરુઆતમાં જ ખત્મ ન થઈ જાય તે માટે પિતા બોની કપૂર તેને મુખ્ય ભૂમિકામાં લઈ 'મોમ ટુ' બનાવી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ નોઈડા ઈન્ટરનેશનલ ફિલ્મ સિટીમાં શરુ કરાયું છે.
શ્રીદેવીની સફળ ફિલ્મ 'મોમ' ૨૦૧૭માં રિલીઝ થઇ હતી. હવે તેના ૯ વરસ પછી બની રહેલી ફિલ્મમાં જિષ્ણુ સેનગુપ્તા અને કરિશ્મા તન્ના સહિતના કલાકારો કામ કરી રહ્યા છે.
આ ફિલ્મના દિગ્દર્શક ગિરીશ કોહલી છે. જેણે 'મોમ' ફિલ્મની વાર્તા લખી હતી. નોઈડા ઈન્ટરનેશનલ ફિલ્મ સિટીમાં આ પહેલીવાર કોઈ બોલિવુડ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે.


