- બિગ બજેટ ફિલ્મ હશે તેવો દાવો
- કિર્તીની રાજકુમાર રાવ સાથેની ફિલ્મ રફતાર ત્રણ મહિના પાછળ ઠેલાઈ ચૂકી છે
મુંબઈ : કિર્તી સુરેશને બોલિવુડમાં વધુ એક રોમાન્ટિક ફિલ્મની ઓફર થઈ હોવાનું કહેવાય છે. જોકે, કિર્તી સુરેશે પોતે આ પ્રોજેક્ટ અંગે કોઈ વિગતો હજુ સુધી જાહેર કરી નથી.
કિર્તી સુરેશની રાજ કુમાર રાવ સાથેની ફિલ્મ 'રફતાર' આગામી જુલાઈમાં રીલિઝ થવાની હતી પરંતુ તેને બદલે આ ફિલ્મ હવે આગામી દશેરા સુધી ઠેલાઈ ચૂકી છે.
આ દરમિયાન કિર્તીને બોલિવુડમાં વધુ એક પ્રોજેક્ટ મળી ચૂક્યો હોવાનો દાવો થઈ રહ્યો છે.
આ ફિલ્મ મોટાં બજેટની હશે અને તે રોમાન્સ તથા થ્રીલરનું જોનર ધરાવતી હશે એમ કહેવાય છે.
કીર્તી આ અગાઉ વરુણ ધવન સાથેની 'બેબી જોન' ફિલ્મમાં જોવા મળી હતી. જોકે, તેને ધારી સફળતા મળી ન હતી.


