Entertainment

કાર્તિક અને શ્રીલીલાની ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં ફરી શરૂ

By GS Team
28 Mar 20261 min read
કાર્તિક અને શ્રીલીલાની  ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં ફરી શરૂ

- ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર કરાયું નથી

- કાર્તિકની અટકી પડેલી ફિલ્મ કેપ્ટન ઈન્ડિયાનું શૂટિંગ પણ આગામી મે-જુલાઈમાં શરુ થશે

મુંબઇ : કાર્તિક આર્યન અને શ્રીલીલાએ  અનુરાગ બસુની  ફિલ્મનું શ્રીનગરમાં ફરી શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મના ટાઇટલ વિશે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. 

અગાઉ આ ફિલ્મનાં કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. હવે શૂટિંગ આગળ વધારાયું છે. 

અગાઉ આ ફિલ્મને 'આશિકી થ્રી' તરીકે ઓળખાવાઈ હતી. જોકે, કાનૂની વિવાદ બાદ તે ટાઈટલ પડતું મૂકાયું હતું. 

બીજી તરફ કાર્તિકની અટકી પડેલી ફિલ્મ 'કેપ્ટન ઈન્ડિયા'નું શૂટિંગ પણ આગામી મે અથવા જુલાઈમાં શરુ થવાની શક્યતા છે. આ ફિલ્મની જાહેરાત પાંચ વર્ષ પહેલાં થઈ હતી. અગાઉ ફિલ્મના દિગ્દર્શક તરીકે હંસલ મહેતા નક્કી થયા હતા પરંતુ હવે  શિમિત અમીન આ ફિલ્મનું શૂટિંગ કરવાના હોવાનું કહેવાય છે.