Get The App

હોલિવુડમાં નવા જેમ્સ બોન્ડની શોધઃ શેખર કપૂરે જોન અબ્રાહમનું નામ આપ્યું

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
હોલિવુડમાં નવા જેમ્સ બોન્ડની શોધઃ શેખર કપૂરે જોન અબ્રાહમનું નામ આપ્યું 1 - image

- જોન અબ્રાહમ એકદમ ગદગદ થઈ ગયો

- બીજી તરફ બ્રિટિશ એક્ટર  ટોમ ફ્રાન્સિસે નવા  બોન્ડ બનવા ઓડિશન આપ્યું  હોવાની ચર્ચા 

મુંબઈ: ડેનિયલ ક્રેગના સ્થાને નવા જેમ્સ બોન્ડની શોધ શરુ થઈ છે. નિર્માતા એમેઝોન એમજીએમએ આ કામ કાસ્ટિંગ ડાયરેક્ટર નીના ગોલ્ડને સોંપ્યું છે. તે સાથે જ સમગ્ર મનોરંજન વિશ્વમાં આગામી બોન્ડ કોણ હશે તેની અટકળો ચાલુ થઈ છે. 

બીજી તરફ પીઢ ભારતીય ફિલ્મ સર્જક શેખર કપૂરે એવો મત વ્યક્ત કર્યો છે કે ભારતીય અભિનેતા જોન અબ્રામમ નવા  બોન્ડ તરીકે ફિટ બેસે તેમ છે.  

ઉલ્લેખનીય છે કે શેખર કપૂરનાં દિગ્દર્શન  હેઠળ બનેલી ૧૯૯૮ની ફિલ્મ 'એલિઝાબેથ'માં ડેનિયલ ક્રેગનું પરફોર્મન્સ વખણાયા બાદ જ ડેનિયલ ક્રેગને નવા  બોન્ડ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. 

જોન અબ્રાહમે શેખર કપૂરનાં આ સૂચનથી ગદગદ  થતાં કહ્યું હતું કે દુનિયાએ ડેનિયલને નવા જેમ્સ બોન્ડ તરીકે વધાવ્યો તે પહેલાં જ તેની ટેલેન્ટને  પિછાણનારા શેખર કપૂર આવું કહે એ મારા માટે બહુ મોટી વાત છે. 

તેણે હળવા  સૂરે કહ્યું હતું કે હું બોન્ડનાં ફેમસ કોકટેલનો ઓર્ડર આપવાની તૈયારી કરવા માંડું છું. 

દરમિયાન, હોલિવુડના અહેવાલો અનુસાર 'ધી સનસેટ બોલવર્ડ'માં કામ કરનારા બ્રિટિશ સ્ટાર ટોની ફ્રાન્સિસે ઓલરેડી નવા  બોન્ડ તરીકે ઓડિશન આપી દીધું છે. આ ઉપરાંત કેલમ ટર્નર, જેકોબ એલોર્ડી, હેરીસ ડિકિન્સન, લૂઈ પેટ્રિજ સહિતના કેટલાય કલાકારોનાં નામ નવા બોન્ડ તરીકે વહેતાં થઈ રહ્યાં છે.